Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મહિલા કલાકારોના ચિત્ર પ્રદર્શનમાં ત્રણ રેકોર્ડ નોંધાયા

રાજકોટઃ વિશ્વ મહિલા દિન નિમિતે રરર મહિલા આર્ટીસ્ટોનું ચિત્ર અને ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકાયું હતું આ પ્રસંગે રાજ પરિવારના યુવરાણી કાંદમ્બરી દેવીજી જાડેજા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલ. ગુજરાતના  ૧૯ શહેરના રરર મહિલા આર્ટીસ્ટના આ પ્રદર્શનને રાજકોટની જનતાએ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો હતો સુરક્ષા સેતું સોસાયટી અને નારી શકિત એજયુ.ટ્રસ્ટના ડો. અજયસિંહ જાડેજા દ્વારા આ આયોજન કરાયું હતું આ પ્રદર્શનની નોંધ લેતા ૩ જેટલા રેકોર્ડ બુકમાં નોંધાયા હતા. પ્રદર્શનને ૩ દિવસમા લગભગ પ હજારની વધારે લોકોએ નિહાળ્યું હતું. ટુંક સમયમાં આ આર્ટીસ્ટો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે રેકોર્ડ સ્વીકારશે.

(4:21 pm IST)