Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મહાનગરપાલિકામાં હવે કામગીરી મૂલ્યાંકન પધ્ધતિ અમલી બનાવતા મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની

રાજકોટ તા. ૧૭ : મહાનગરપાલિકાના વર્ગ-૧, ૨, અને ૩ ના અધિકારી કર્મચારીઓના સરકારશ્રીના ધોરણે ખાનગી અહેવાલ દર વર્ષે લખીને સમીક્ષા કરીને શાખાધિકારીની સેઈફ કસ્ટડીમાં રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે.સરકારશ્રી દ્વારા ખાનગી અહેવાલ નિભાવવા માટેની નીતિમાં કરવામાં આવતા વખતો-વખતના સુધારાઓની અમલવારી અત્રે કરવામાં આવે છે.

સરકારશ્રીનાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી સરકારી અધિકારી/કર્મચારીઓ, વર્ગ-૧, ૨, અને ૩ ના ખાનગી અહેવાલ લખવા અને સાચવવાના બદલે 'કામગીરી મુલ્યાંકન અહેવાલ (Performance appraisal Report)' ની પદ્ઘતિ દાખલ કરવામાં આવેલ છે. સરકારશ્રી ના વર્ગ-૧ થી ૩ ના તમામ અધિકારી/કર્મચારીઓના વાર્ષિક કામગીરીના મૂલ્યાંકન તદ્દઅનુસાર 'કામગીરી મુલ્યાંકન અહેવાલ (PAR)' પધ્ધતિથી કરવામાં આવે છે. સરકારશ્રીનાં વંચાણે-૫ ના પરિપત્રથી વર્ગ-૧, ૨ ના અધિકારીઓની કામગીરી અંગેના ભ્ખ્ય્ માં મેળવેલ ગુણને ધ્યાને લઈ અહેવાલ હેઠળના અધિકારીનું  ઉત્ત્।મ, ઘણાસારા, સારા, સામાન્ય, મુજબનું વર્ગીકરણ કરવાની નીતિ નિયત કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

ઉકત વિગતોને ધ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૧ થી ૩ ના અધિકારી/કર્મચારીઓ માટે વાર્ષિક ખાનગી અહેવાલના બદલે સરકારશ્રીનાં ધોરણે 'કામગીરી મુલ્યાંકન અહેવાલ (PAR)' લાગુ પાડવાનું તથા સરકારશ્રી દ્વારા ઉકત નીતિમાં વખતો-વખત કરવામાં આવતા ફેરફારો રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ લાગુ પાડવાનું નિયત કરવામાં આવે છે.(૨૧.૩૨)

(4:19 pm IST)