Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કોપીરાઇટના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૧૭: કોપીરાઇટના ગુનામાં પકડાયેલ આરોપી સામેનો કેસ ચાલી જતાં અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો  હતો.

આ કેસની ટુંકમાં વિગત એવી છેકે, આ કામના આરોપી-વિપુલ કેશુભાઇ પાનસુરીયા, રહે-રાજકોટવાળા દ્વારા પોતાની ઘનશ્યામ મોબાઇલ શોપ નામની દુકાનમાં બીનઅધિકૃત રીતે કોઇપણ આધાર-લાયસન્સ વગર કોમ્પ્યુટરમાંથી ટી-સીરીઝ કંપનીના ગીતો તેમજ પીકચરો ડાઉનલોડ કરી આપતાં હોવાથી ટી-સીરીઝ કંપનીના એન્ટી પાયરેસી ઓફીસર મહંમદ અફઝલ કાસમભાઇ રાઉમા દ્વારા હાલના આરોપી વિરૂધ્ધ તા.૨૪-૨-૨૦૧૬ના રોજ કોપીરાઇટ એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી.

ઉપરોકત કામમાં પબ્લીક પ્રોસીકયુટર દ્વારા તમામ સાહેદો તથા પંચોને તપાસેલ અને આ કામમાં આરોપી દ્વારા ટી-સીરીઝ કંપનીના હકકોવાળા ફિલ્મો તેમજ ગીતો ડાઉનલોડ કરી આપતા હોવા અંગેના આક્ષેપો કરી અને દલીલ કરેલ. જે અંગે કોર્ટે સમગ્ર પુરાવાનું મુલ્યાંકન કરતાં ગ્રાહય રાખેલ નહી અને આરોપીના એડવોકેટની દલીલો માન્ય રાખી આ કામના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી શૈલેષગીરી કે.ગોસ્વામી, જીનીયશ જે.સુવેરા, ગીરીશપુરી એન.ગોસ્વામી તથા જીતેન એ.ઠાકર (આસીસ્ટન્ટ) રોકાયેલ હતા.(૧.૧૨)

(4:17 pm IST)