Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પુત્રવધુને આપઘાતની ફરજ પાડવા અંગે સાસરીયાની જામીન અરજી રદ

વડાળીના બનાવ અંગે સેસન્સ કોર્ટનો આદેશ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ તાલુકાના વડાળી ગામે રહેતી વનિતાબેન મીઠાપરા નામની પરિણીતાને શારીરીક-માનસિક ત્રાસ આપી આપઘાત કરવાની ફરજ પાડવાના ગુનામાં પકડાયેલ તેણીના ત્રંબા ગામે રહેતી સાસુ કમુબેન જાદવભાઇ સસરા, જાદવભાઇ ગંગાભાઇ નણંદ પ્રભાબેન જાદવભાઇ અને દિયર ભાવેશ જાદવભાઇ મીઠાપરાએ જામીનપર છુટવા કરેલ અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ધરાઇ ગામે રહેતી માતા તારાબેન વિઠલભાઇ ગોરાસીયાએ પોતાની પુત્રી વનિતાને સાસરીયાઓએ શારીરીક માનસિક ત્રાસ આપીને આપઘાત કરવાની ફરજ પાડવા અંગેની ફરીયાદ નોંધાવી હતી.

આ ગુનામાં આરોપી સાસરીયાઓએ જામીન પર છુટવા અરજી કરતા સરકારી વકીલ અતલ જોષીએ રજુઆત કરેલ કે, આરોપીઓ સામે પ્રથમ દર્શનીય સમાજ વિરોધી ગંભીર ગુનો છે. સમાજમાં પરિણિત સ્ત્રીઓના આપઘાતના બનાવો વધી રહ્યા છે. આવા ગંભ્ીર ગુનામાં આરોપીઓને જામીનપર છોડી શકાય નહિ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ કોર્ટેે ચારેય આરોપીઓની જામીન અરજીને સેસન્સ કોર્ટે નકારી કાઢી હતી આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી.અતુલભાઇ જોષી રોકાયા હતા. (૬.૨૫)

(4:17 pm IST)