Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

રાજકોટ - મોરબી - ગોંડલમાં વેટના દરોડા

ઇલેકટ્રીક - ટાયર - સેનેટરીવેર્સના વેપારી ઝપટેઃ ગઇકાલની તપાસમાં રાજકોટમાં ચોપડા જપ્ત

રાજકોટ તા. ૧૭ : રાજકોટ વેટ તંત્રે આજે ૪ સ્થળે દરોડા પાડી ઇલેકટ્રીક અને ટાયરના મોટા વેપારીને ઝપટે લીધા છે.

જોઇન્ટ કમિશ્નર શ્રી સકસેનાની સૂચના બાદ ટીમો રાજકોટમાં બે સ્થળે અને ગોંડલ - મોરબીમાં એક - એક વેપારીને ત્યાં દરોડા પાડયા છે, રાજકોટમાં ઇલેકટ્રીકના - બે, મોરબીમાં સેનેટરીવેર્સ અને ગોંડલમાં ઇલેકટ્રીકના ધંધાર્થીને ત્યાં ચકાસણી ચાલુ છે. દરમિયાન, ગઇકાલની તપાસમાં રાજકોટમાં એલ્યુમિનિયમના વેપારીને ત્યાંથી ચોપડા - સાહિત્ય જપ્ત કરાયું છે, જ્યારે મોરબીમાં સેનેટરીવર્સને ત્યાંથી ૧ લાખ ૮૩ હજારની વસૂલાત કરી લેવાઇ હતી.(૨૧.૨૭)

(2:50 pm IST)