Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બેટી બચાવો બેટી ભણાવો, માતા - પિતાની સેવા કરો : પૂ.મુકતાનંદબાપુ

મોણીયા આઈશ્રી નાગબાઈમાં મંદિરે અન્નકૂટ દર્શન

રાજકોટ : ફાગણ સુદ પૂનમ એટલે હોળી, હોળી એટલે ભગવાન ક્રિષ્નનો ફુલડોલ ઉત્સવ, દ્વારકાધીશનો રંગ ઉત્સવ. આ વખતે મોણીયા આઈશ્રી નાગબાઈમાં મંદિરે અન્નકૂટ ધરાયેલ તે ઉત્સવમાં પ. પૂ.મુકતાનંદબાપુ પધારેલા. પૂ. બાપુનું ગઢવી શ્રી દેવકુભાઈ તથા જનાર્દનભાઈએ સન્માન સ્વાગત કરેલ. મંદિરના સેવક એવા વિજયભાઈ ગઢવી (મો.૯૯૨૫૭ ૨૮૯૫૬)એ જણાવેલ કે આઈ શ્રી નાગબાઈમાં દ્વારકાધીશાન પરમ ઉપાસક હતા. મુનિ જૈન તરૂણ સાગરજીના શબ્દોને કહી દશ વર્ષે આહાર બદલે, ૫૦ વર્ષે વિહાર બદલે, ૧૦૦૦ વર્ષે ધર્મમાં અંધદશ્રદ્ધા વહેલ વગેરેમાંથી બહાર નીકળવું.

માતાજીને પહેલા તો ઘણા બધા ભોગ ધરાવતા હતા પણ અનોખો પ્રયોગ એટલે અન્નકૂટ, છપ્પન પ્રકારના મહાપ્રસાદ ધરાવ્યા. તે પ્રસંગે પૂ.મુકતાનંદબાપુએ કહ્યુ આપણો દેશ કિડીયારૂ પૂરનારો છે. આપણા મહાજનો ઘેટા બકરાને પાંજરાપોળમાં સાચવે છે. આ મહાત્મા ગાંધીનો દેશ અહિંસક, સત્ય, પ્રેમ અને કરૂણાનો દેશ, બેટી બચાવો બેટી ભણાવો, વૃક્ષો વાવો વૃદ્ધ માતા-પિતાની સેવા કરો, વૃદ્ધ મૂંગા પશુ ગાય, બળદ, ભેંસને સાચવો, પાણી બચાવો, વ્યસનથી દૂર રહો, સંપીને રહો, મંદિરમાં પવિત્રતા, સ્વચ્છતા અને પ્રાર્થનાથી માતાજીને પ્રભુને રીઝવીએ. આ પ્રસંગને દીપાવવા શ્રી ભગતભાઈ મેરએ જહેમત ઉઠાવી. જીતુભાઈ શેઠ, કમલેશભાઈ ડોકટર વગેરે ગ્રામજનોએ પ્રસાદ સાથે ઉજવણી કરી હતી.(૩૭.૩)

(2:05 pm IST)