Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મૈત્રી કરારથી રહેતાં શારદા અને દિલીપે કૂટણખાનુ શરૂ કર્યુઃ ગ્રાહકો પાસેથી ૭૦૦ વસુલી ત્રણ લલનાને ૨૦૦ જ આપતાં

પ્ર.નગર પોલીસે રૂખડીયા પરામાં દરોડો પાડી આ બંને તથા ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૭: રૂખડીયાપરામાં એક મહિલાએ પોતાના ઘરમાં કૂટણખાનુ ચાલુ કર્યાની માહિતી પરથી પ્ર.નગર પોલીસે દરોડો પાડી આ મહિલા તથા તેની સાથે મૈત્રી કરારથી રહેતાં પુરૂષને તથા ગ્રાહક તરીકે આવેલા ત્રણ શખ્સને ઝડપી લીધા છે. કૂટણખાનામાંથી ત્રણ રૂપજીવીની પણ મળી હતી. દલાલી કરનાર મહિલા અને પુરૂષ અવાનારા ગ્રાહકો પાસેથી રૂ. ૭૦૦-૭૦૦ વસુલી લલનાને ૨૦૦ જ આપતાં હતાં.

પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. જ.ે રાઠોડ,  એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના બી. કે. ખાચર, હેડકોન્સ. દેવશીભાઇ રબારી, અરવિંદભાઇ, મોહસીન ખાન, બટુકભાઇ વાઘેલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં રૂખડીયાપરામાં રહેતાં શારદા દશરથભાઇ મકવાણા (ઉ.૪૫) અને દિલીપ ઉર્ફ રાજુ મોહનભાઇ રાજ્યગુરૂ (ઉ.૩૫)ના ઘરમાં દરોડો પાડી આ બંનેને વેશ્યાવૃતિ ચલાવતાં પકડી લીધા હતાં. પોલીસે આ બંને તથા ગ્રાહકો મુનાફ યુસુફભાઇ કાઝી (ઉ.૨૬-રહે. જંગલેશ્વર-૧૭), દિનેશ રતિલાલ કુંવરીયા (ઉ.૩૫-રહે. લલુડી વોંકડળી) તથા કાસમ બચુભાઇ મસાક (ઉ.૩૪-રહે. કેવડાવાડી-૬) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ઘરમાંથી ત્રણ લલના પણ મળી હતી. તેની પુછતાછમાં એવી વિગતો ખુલી હતી કે શારદા અને દિલીપ ગ્રાહકો પાસેથી રૂ. ૭૦૦ વસુલી પોતાને બસ્સો-બસ્સો આપતાં હતાં. ત્રણેક માસથી આ ગોરખધંધા શરૂ થયા હતાં. શારદા અને દિલીપ મૈત્રી કરારથી રહેતાં હોવાનું પોલીસે કહ્યું હતું. પી.એસ.આઇ. રાઠોડ વધુ તપાસ કરે છે. (૧૪.૯)

(2:03 pm IST)