Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

આફ્રિકા કોલોની પાસે દારૂની બાટલી સાથે જાવીદ પકડાયો

રાજકોટ તા. ૧૭: રૈયા ટેલિફોન એક્ષચેન્જ સામે આક્રિકા કોલોની  રોડ પર પાણીના ટાંકા પાસેથી બાઇક નં. જીજે૩એએચ-૪૭૦૨માં દારૂની એક બોટલ સાથે નીકળેલા જાવિદ ઉર્ફ જાવલો ઇબ્રાહીમભાઇ જનર (માજોઠી) (ઉ.૨૮-રહે. જીલ્લા ગાર્ડન કવાર્ટર નં. ૨૧૫)ને ગાંધીગ્રામના હેડકોન્સ. પ્રવિણભાઇ મકવાણા સહિતે પકડી લીધો હતો. આ શખ્સ પ્રાઇવેટ નોકરી કરે છે.

નશો કરી કાર હંકારતા મુકેશ દોંગાની ધરપકડ

યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્ક-૪માં રહેતો મુકેશ બચુભાઇ દોંગા (ઉ.૪૫) (પટેલ) દારૂ પીધેલી હાલતમાં કાર નં. જીજે૩સીએ-૪૫૯૮ હંકારીને મુંજકા ટીટોડીયા કવાર્ટર પાસેથી નીકળતાં ટ્રાફિક કોન્સ. કમલેશભાઇ મોરીએ પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્યો હતો. આ શખ્સ ખેતી કરે છે. (૧૪.૯)

(2:02 pm IST)