Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

નિર્મલા સ્કૂલ પાછળ મહાવીર પાર્કમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો

રસોઇયા મિનલ આડતીયાએ શરૂ કર્યુ જૂગારધામ : ૩૩ હજાર સાથે ૭ પકડાયા

રાજકોટ તા. ૧૭: રૈયા રોડ પર હનુમાન મઢી નજીક નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાછળ મહાવીર પાર્ક-૩ બ્લોક નં. ૪માં જૂગારધામ ચાલતું હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ઘરધણી સહિત ૭ શખ્સોને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૩૫૦૦ની રોકડ કબ્જે લીધી હતી.
ક્રાઇમ બ્રાંચના એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. સામતભાઇ ગઢવી, જીજ્ઞેશભાઇ મારૂ, શૈલેષગીરી ગોસ્વામી, યુવરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે યુવરાજસિંહ અને જીજ્ઞેશભાઇને મળેલી બાતમી પરથી શિવ પાર્ક-૧, મહાવીર પાર્ક-૩ બ્લોક નં. ૪માં મિલન ચંદુભાઇ આડતીયા (ઉ.૪૭)ના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે મિલન આડતીયા ઉપરાંત અરવિંદ રામજીભાઇ કકાસણીયા (ઉ.૫૨-રહે. ગીતાનગર-૪/૫), નિતેષ નરસીભાઇ ફતેપરા (ઉ.૩૩-રહે. કણકોટ ગામ બાપા સિતારામ શેરી), હસમુખ ઉર્ફ હસુ કરસનભાઇ કાવલ (ઉ.૪૦-રહે. મવડી ચોકડી મુરલીધર સોસાયટી-૨), રસિક દેવજીભાઇ વાઘેલા (ઉ.૫૦-રહે. મોટામવા), મનિષ ઉર્ફ મુન્નો બાબુભાઇ રાજ્યગુરૂ (ઉ.૪૨-શ્રહે. મવડી પ્લોટ ઉમાકાંત ઉદ્યોગ અમરનગર-૨) તેમજ વિજય ગોવિંદભાઇ આસીયાણી (ઉ.૩૩-રહે. ખોડિયારનગર, ગોંડલ રોડ)ને પકડી લઇ રૂ. ૩૩૫૦૦ રોકડા અને ગંજીપાના કબ્જે લીધા હતાં. જૂગારધામ ચાલુ કરનાર મિલન આડતીયા રસોઇયા તરીકે કામ કરે છે.

(12:27 pm IST)