Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કૈલાશ પાર્કમાં માથાના દુઃખાવાથી કંટાળી હેમલતાબેન રામાણીનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા.૧૭: મવડીમા રામધામ પાસે આવેલ કૈલાશ પાર્કમાં માથાના દુઃખાવો કંટાળી પટેલ વૃધ્ધાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કૈલાશ પાર્ક શેરી નં.૧માં રહેતા હેમલતાબેન શામજીભાઇ રામાણી (ઉ.વ.૭૨)એ પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.એસ.ગઢવી તથા રાઇટર હિતેષભાઇ જોગડાએ તપાસ આદરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક હેમલતાબેનને છેલ્લા એક વર્ષથી માથાનો દુઃખાવો તથા પેટનો દુઃખાવો રહેતો હોઇ તે સહન ન થતા પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ છે.

(11:27 am IST)