Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જમીન પડાવવાના ઇરાદે ટંકારાના સરાયા ગામે પટેલ પ્રોૈઢ પર ભરવાડ શખ્સોનો હીચકારો હુમલો

દિકરાના લગ્ન વખતે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૧૫ લાખ ચુકવ્યા, છતાં ખેતરમાં ઘુસણખોરી કરી ખેડાણ કરવા માંડ્યાઃ અટકાવવા જતાં તૂટી પડ્યાઃ રામજી વરૂ અને તેના ભાઇએ હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૭: ટંકારાના સરાયા ગામે રહેતાં લેઉવા પટેલ પ્રોૈઢે અગાઉ ગામના જ ભરવાડ શખ્સો પાસેથી ખેતરની જમીન ઉપર પાંચ લાખ રૂપિયા લીધા હોઇ તેની સામે ૧૫ લાખ ચુકવી દીધા છતાં ભરવાડ શખ્સો દસ્તાવેજ પાછો ન આપી ખેતર ખેડવા આવી જતાં તેને અટકાવવા જતાં આ પ્રોૈઢ પર પાઇપ-ધોકાથી હુમલો થતાં હાથ-પગ ભાંગી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સરાયામાં રહેતાં ઓધવજીભાઇ જીવણભાઇ ઢેઢી (ઉ.૫૭) નામના પટેલ પ્રોૈઢ રાત્રે સાડા દસેક વાગ્યે પોતાની વાડીએ જતાં ત્યાં રામજી હકા વરૂ (ભરવાડ), તેના ભાઇ સહિતના ટ્રેકટરથી ખેડાણ કરતાં હોઇ તેને અટકાવતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કરી બેફામ માર મારતાં ટંકારા સારવાર લઇ રાજકોટ દાખલ થયા છે.

ઓધવજીભાઇના પુત્ર સાગર ઢેઢીએ કહ્યું હતું કે મારા પિતા ઓધવજીભાઇએ ભરવાડ લોકો પાસેથી રૂ. પાંચ લાખ ઉછીના લીધા હતાં. આ રકમ સામે અત્યાર સુધીમાં પંદર લાખ ચુકવી દીધા છે. જે તે વખતે પૈસા લેતી વખતે ખેતીની જમીનનો દસ્તાવેજ ભરવાડ શખ્સને આપ્યો હતો. હવે એ લોકો દસ્તાવેજ પાછો આપતા નથી અને અમારી જમીન ખેડવા આવી જતાં મારા પિતા તેને અટકાવવા જતાં હુમલ કર્યો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ટંકારા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:00 pm IST)