Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ખાસ બિલ્ડરને ખટાવવા રાજકોટમાં રૈયાની જમીનમાં હેતુફેરઃ કોંગ્રેસનો આક્ષેપ

રૈયાની પી.પી.પી. આવાસ યોજનાના સ્થળમાં સરકારી ટીપીઓની ભૂલના કારણે સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યોઃ ભૂલ કરનાર ટીપીઓ સામે કાર્યવાહી કરવા નિતિનભાઇ ભારદ્વાજનું સુચનઃ બોર્ડની ૧ થી ૮ અને નં. ૧૧ની દરખાસ્ત સર્વસંમતિથી મંજુર

રાજકોટ તા. ૧૬ : આજે મળેલ ખાસ બોર્ડનાં આ એજન્ડામાં જમીન સબંધી જે દરખાસ્તો છે તેમાં ટી. પી. સ્કીમ નં. ૮ (રાજકોટ)નાં અંતમ ખંડને ર૧૯ નો 'શોપીંગ સેન્ટર' હેતુનાં અનામત પ્લોટ પૈકી ૧૧૯૩-ચો. મી. જગ્યામાં 'લાયબ્રેરી' બનાવવા હેતુ ફેર કરવા ત્થા ટી. પી. સ્કીમ નં. (૮) (રાજકોટ) નાં અંતિમ ખંડને ૧ર૪૩ ની આરોગ્ય કેન્દ્રની જમીન અંગે કમિશ્નરશ્રીનાં પત્ર મુજબ નિર્ણય લેવા અને સરકારની મંજૂરીમાં રહેલી રૈયા ટી. પી. સ્કીમ નં. રર ના અંતિમ ખંડ નં. ૬૪/સીને 'આવાસ યોજના' માટે હેતુ ફેર કરવા અંગેની દરખાસ્તોમાં કોંગ્રેસે આક્ષ્ેાપ કર્યો હતો કે, ખાસ બિલ્ડરને ખટાવવા આ જમીનની હેતુ ફેર કરવામાં આવ્યો છે. જયારે મ્યુનિ. કમિશ્નરે જણાવ્યુ હતુ કે, રૈયાધાર પીપીપી આવાસ યોજનાની જમીનમાં સરકારી ટી.પીઓની ભુલનાં કારણે સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ અંગે બોર્ડમાં  ભુલકરનાર ટી.પીઓ સામે કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશ્નરને નિતિનભાઇ ભારદ્વાજે તમામ સભ્યો વતી સુચન કર્યુ હતુ.

આ ઉપરાંત કાર્પેટ વેરા આકારણીનાં નિયમો-દર મંજૂર કરવા અરવિંદભાઇ મણીયાર લાયબ્રેરીમાં સભ્ય તરીકે કોર્પોરેટરની નિમણુંક કરવા, ત્થા સિનીયર કલાર્ક, હેડ કલાર્કની ભરતીનાં નિયમો નકકી કરવા સહિતની ૯ દરખાસ્તોનો સર્વ સંમતિથી મંજુર કરવામાં આવી હતી. જયારે કાર્પેટ એરિયા પધ્ધતીથી વેરો વસુલવા અને રૈયાની જમીનમાં હેતુ ફેરની દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

(11:58 am IST)