Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2024

એમ.એ.સી.પી. બાર એસો.નો વાર્ષિક કાર્યક્રમ યોજાયો ડીસ્‍ટ્રીકટ જજ સહિતના ન્‍યાયાધીશો ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ બાર એસો.ના સેક્રેટરી શ્રી પી. સી. વ્‍યાસ, ઉપપ્રમુખશ્રી સુરેશભાઇ ફળદુ, પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી આર. ટી. વચ્‍છાણી સાહેબ, એમએસીપી બારના પ્રમુખશ્રી મનીષ ખખ્‍ખર, સેક્રેટરીશ્રી પ્રિયાંક ભટ્ટ તથા ઉપપ્રમુખશ્રી અજય સહેદાણી તસ્‍વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ૧૭ :.. ગત તા. ૯-ર-ર૦ર૪ ના શુક્રવારના રોજ એમ. એ. સી. પી. આર એસોસીએશન-રાજકોટનું એન્‍યુલ ફંકશન મવડી રોડ પર જય સરદારમાં રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજકોટના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી આર. ટી. વાછાણી તેમજ એડી. ડીસ્‍ટ્રીકટ જજ શ્રી જે. ડી. સુથાર, શ્રી એસ. વી. શર્મા, શ્રી બી. બી. જાદવ, શ્રી જે. આઇ. પટેલ તથા એચ. એચ. વર્મા ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમ એમ. એ. સી. પી. બાર એસોસીનેશનના વાર્ષિક કાર્યક્રમ તેમજ રાજકોટ બાર એસો.માં ચૂંટાયેલા હોદેદારોનું સન્‍માન કાર્યક્રમનું સુંદર આયોજન એમ. એ. સી. પી. બાર એસો. દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં એમ. એ. સી. પી. બાર એસો.ના પ્રમુખ મનીષભાઇ ખખ્‍ખરે વર્ષ દરમ્‍યાન કરેલ કાર્યવાહી અંગેનો અહેવાલ આપેલ અને જણાવેલ કે આ વર્ષ દરમ્‍યાન હાલની આ કારોબારી એ સખ્‍ત મહેનત કરી એમ. એ. સી. પી. બારના સભ્‍યોને ઉપયોગી થાય તે હેતુથી સુંદર ડીરેકટરી બનાવી સભ્‍યોને નિઃશુલ્‍ક આપેલ તેમજ ડીરેકટરી વિમોચન કાર્યક્રમમાં ના. ગુજરાત હાઇકોર્ટ ના ત્રણ ન્‍યાયમૂર્તિશ્રીઓ તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટના તમામ જયુડીશયરોની હાજરીમાં ડીરેકટરીનું વિમોચન કરેલ તેમજ બારના સીનીયર વકીલો કે જેઓની પ્રેકટીસ ને ૪૦ વર્ષથી વધુ વકીલાત કરતા સીનીયર ધારાશાષાીઓનું બહુમાન કરવાનો અવસર હાલની કારોબારી ટીમને મળેલ વિશેષમાં નવા કોર્ટ બીલ્‍ડીંગમાં રાજકોટ બારની સાથે મળી એમ. એ. સી. પી. બારનો સુંદર બાર રૂમ મળેલ અને બીલ્‍ડીંગ ટ્રાન્‍સફરમાં બાર એસો.નો રૂમ નિઃશુલ્‍ક પણે ટ્રાન્‍સફર કરાવી  હાલ નવી કોર્ટ બીલ્‍ડીંગમાં બાર રૂમ સુંદર રીતે કાર્યરચત છે. વિશેષમાં જણાવેલ કે અમારી આખી યુવા ટીમે વર્ષ દરમ્‍યાન સખ્‍ત મહેનત કરી બારના હિતમાં કાર્યવાહી કરેલ હોય તે બદલ સમગ્ર યુવા ટીમનો તથા બાર એસોસીએશનના તમામ સભ્‍યોનો ખુબ ખુબ આભાર વ્‍યકત કરેલ છે.

આ કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્‍તુતીથી કરી વેલકમ સ્‍પીચ એમ. એ. સી. પી. બારના સેક્રેટરી પ્રિયાંકભાઇ ભટ્ટે આપેલ તેમજ દિપ પ્રાગટય પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી આર. ટી. વાછાણીએ કરેલ તેમજ રાજકોટ બારના ઉપપ્રમુખ સુરેશભાઇ ફળદુ તથા પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી આર. ટી. વાછાણીએ પ્રસંગોપાત પ્રવચન આપેલ અને આભાર વિધી કારોબારી સભ્‍ય શ્રી મૌલીક જોષીએ કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ. એ. સી. પી. બારના પ્રમુખ મનીષભાઇ ખખ્‍ખર, ઉપપ્રમુખ શ્રી અજયભાઇ સહેદાણી, સેક્રેટરી પ્રિયાંકભાઇ ભટ્ટ, જોઇન્‍ટ સેક્રેટરી શ્રી વિનુભાઇ વાઢેર, ટ્રેઝરર શ્રી અનિરૂધ્‍ધ ભેડા તથા કારોબારી સભ્‍ય શ્રી મૌલીક જોષી પ્રતિક વ્‍યાસ, નિકુંજ શુકલ, રણજીત મકવાણા, અજય સાકરીયા, હરસુખ ગોહેલ તથા ભાવનાબેન વાઘેલા એ જહેમત ઉઠાવેલ હતી.

(1:57 pm IST)