Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સતવારા સમાજ અને ભાજપ સિકકાની એક જ બાજુઃ ભારદ્વાજ

વોર્ડ નં.૧ માં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મળી ગયેલ સતવારા સમાજનું સંમેલન

રાજકોટઃ શહેર વોર્ડ નં.૧ના ભાજપના ઉમેદવારો ભાનુબેન બાબરીયા, હીરેન ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, ડો.અલ્પેશ મોરઝરીયાના સમર્થનમાં સતવારા સમાજની વિશાળ સંખ્યામાં મીટીંગ મળી ગયેલ હતી. મીટીંગમાં સમાજના આગેવાનો કાનભાઈ ખાણધર, દીનેશભાઈ કણઝારીયા, શાન્તીભાઈ પરમાર, મનજીભાઈ પરમાર, અશોકભાઈ કણઝારીયાએ સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કરેલ હતો.

સતવારા સમાજના સંમેલનને પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ જણાવેલ કે સતવારા સમાજ અને ભાજપ પાર્ટી સિકકાની એક જ બાજુ છે સતવારા સમાજના અનેક પ્રશ્નો ભાજપની પાર્ટીએ ઉકેલાયેલ છે. સમાજ એક તરફી જંગી બહુમતીથી મતદાન ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી ચુંટી કાઢશે. તેમાં શંકાને સ્થાન  નથી. સતવારા સમાજના પ્રમુખ પ્રભુલાલભાઈ નકુમે જણાવેલ હતુ કે આ ચુંટણીમાં સમગ્ર રાજકોટમાં રહેતા સતવારા સમાજના લોકો ભાજપ પડખે રહી અને જંગી બહુમતીથી મતદાન કરી અને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવશું તેવી સમાજવતી ખાત્રી આપેલ હતી.

મોટી સંખ્યામાં હાજર રહેલા સમાજને સંબોધન કરતા ભાનુબેન બાબરીયાએ ર્ઉમેદવાર તરીકે અપીલ કરી ચારેય ઉમેદવારોને જંગી બહુમતી ચુંટી કાઢવા અપીલ કરી હતી. તેમજ આહીર સમાજના અગ્રણી લાભુભાઈ ખીમાણીયાએ સતવારા સમાજના વિકાસના મુખ્યમંત્રીશ્રીએ અનેક કાર્ય કરેલ છે. તેમજ કન્યા છાત્રાલય માટે જમીન ફાળવેલ છે. તેનુ ઋણ સમાજ સુત સહીત ચુકવશે તેમ જણાવેલ હતું.

સંમેલનનું સંચાલન ભગવાનજીભાઈ પરમાર, ડી.કે.પરમારે કરેલ હતુ. વલ્લભભાઈ ગુમતારીયા, કાળુભાઈ નકુમ, કિશોરભાઈ, ભીમજીભાઈ હડીયલે સંમેલન  સફળ બનાવેલ હતું. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:48 pm IST)