Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

મુંજકા-વાવડી ખાતેની મીટીંગમાં એનસીપીનો નાદ ગૂંજયો, રાત્રે સમાજની મીટીંગ

વોર્ડ નં.૯માં ભાજપ સામે ભારે નારાજગી : ગમનભાઇ દવે

રાજકોટ, તા. ૧૭ :  એન. સી. પી. ના વોર્ડન. ૯ના ઉમેદવાર શ્રી ગમનભાઈ દવેની યાદી મુજબ મુજકા રોડ ખાતેના આવાસ યોજનામા એક મિટીંગનું આયોજન કરવામા આવેલ હતુ. જેમા મુંજકા -તેમજ વાવડી અને આજુબાજુ વિસ્તારના મતદારોઍ સારીઍવી  હાજરી આપેલ. તેમાજ વોર્ડન. ૯ના બ્રહ્મ સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.આ સમયે મિટિંગમા હાજર લોકોએ પોતપોતાના અભિપ્રાયો રજુ કરી અને ઍન. સી.પી.ના નારા સાથે ટેકો અને સંપુર્ણ સહકાર આપવા જણાવેલ હતુ. આ તકે ગમનભાઈ દવેઍ ચુંટણીલક્ષી  વચન આપતા જણાવેલું કે તેઓ વોર્ડન.૯મા નવા ભેળવાયેલ વિસ્તારોમા જે જે સુવિધાઓની ખામીઓ છે તે માટે સંપુર્ણ પણે જાગૃત રહી કામ કરતા રહેશે.આ સાથે જ હાજર મતદારએ એન.સી.પી.ના જયનાદ સાથે ભાજપ માટે નારાજગી વ્યકત કરી હતી. વિશેષમાં  વોર્ડ નં. ૯ના ઉમેદવાર શ્રી ગમનભાઈ દવેની યાદીમા જણાવ્યા મુજબ આજરોજ રાત્રે ૮/૩૦ કલાકે  એક ખાસ ચુંટણીલક્ષી મિટીંગનું આયોજન સાધુવાસવાણી રોડ જનકપુરી  ખાતે કરવામાં આવેલ છે જેમા તેમની જ્ઞાતિના આગેવાનો બહેનો ભાઇઓને ખાસ હાજરી આપવા ગૃપ મેસેજો તેમજ ફોન દ્વારા મોટી સંખ્યામા હાજર રહેવા નિમંત્રણ અપાયુ હોવાનું જણાવાયું છે. વધુ વિગતો માટે મો. ન.૯૬૬૪૬૩૦૧૯૩/૯૪૨૭૨ ૦૬૯૦૪.

(3:48 pm IST)