Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

શુક્રવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સ્વામિ અંતર ખિરદ (સુધીર સુખદેવ)નો સ્વાગત સમારોહ

ભારતમાં અનેક ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન ત્થા આયુર્વેદિક યોગ મસાજ ત્થા ઓશો સમુહ ધ્યાન ચિકિત્સા-થેરાપીના તેઓ માસ્ટર છે નામ નોંધણી, સરકારી ગાઇડ અનુસાર કાર્યક્રમ

રાજકોટ તા. ૧૭ : ઓશોના સૂત્ર ઉત્સવ અમાર જાતી આનંદ અમારા ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો-ઓશો સાહિત્ય પ્રદર્શનો-ઓશો સન્યાશ ઉત્સવ ભજન, કિર્તન-ગીત-સંગીત-વિવિધ સંપ્રદાયના ઉત્સવો વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ મંદિર પર ત્થા દ્વારા નિયમીત છેલ્લા ૩પ વરસથી  અવાર નવાર ઉજવવામાં આવે છે. એનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહેલ છે.

તા.૧૯ ને શુક્રવારના રોજ સાંજે ૬ થી ૮-૩૦ દરમ્યાન સ્વામિ અંતર ખિરાદનો સ્વાગત સમારોહ સાથે યોગ, આયુર્વેદિક મસાજ થેરાપી ધ્યાન વગેરે પર વિસ્તૃત છણાવટ કરશે ત્થા સાધકોના સાધનાને લગતા સાધકો સાથે મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેઓ મોરબીમાં કેશર ફાર્મ પર તા. ર૧ થી ર૮ દરમ્યાન ૮ દિવસીય ઓશોનો માઇન્ડ શિબિરનું સંચાલન કરવા આવી રહ્યા છે.

સ્વામિ અંતર ખિરદ (સુધિર સુખદેવ) નો ટુકમાં પરિચય. તેઓશ્રી વ્યવસાયે સીવીલ એન્જીનીયર છે. ૧૯૯૪ થી ઓશો સાથે જોડાયેલ છે. આયુર્વેદિક યોગ મસાજની ગહન સાધના કરેલ છેમસાજમાં વધારે નિપુણતા ત્થા ગહેરાઇમાં જવા માટે થોડાક મહિના બિહાર સ્લુક ઓફ યોગામાં પ્રશિક્ષણ લીધું છે મસાજના પાયાના માસ્ટર પુનાના રૂસુમ મોડક પાસેથી શિક્ષણ મેળવ્યું છે. યોગ અને મસાજના ખજાનાને જન માનસ સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પુના આશ્રમમાં ચાલતા થેરાપી ગ્રુપ જેવા કે મીસ્ટીક રોઝ-બોર્ન અગેઇન -નો માઇન્ડ વગેરેમાં તેઓની માસ્ટરી છે. હાલમાં નાગપુર ખાતે ઓસોનીક ખેતી કરે છે. પર્યાવરણ મિત્રો માટે રહેવાની સોસાયટી ત્થા આદિવાસી લોકોને શિક્ષણ ત્થા સહાયતા પહોંચાડવાની કામગીરી કરે છે. યોગ ત્થા ઓશો ધ્યાન સામુહિક ચિકિત્સા (થેરાપી) ના માસ્ટર છે ઇકોવિલેજ રીએશનના સુત્રધાર છે નીયુ-મેન ઓફ ઓશો વિઝનના પ્રતિક છે. ઓશોના સચિવમાં યોગ નિલમના સાનિધ્યમાં ત્થા માર્ગદર્શનમાં તેમના કમ્યુન ઓશો નિસર્ગમાં ઘણી શિબિરોનું સંચાલન કરેલ છે હાલમાં તેઓ નાગપુર પાસે આવેલ પેન્ચનેશનલ પાર્કમાં ર૦ એકર જમીન પર ઓશો સંગમ કમ્યુન પુરી નિષ્ઠાથી બનાવી રહ્યા છે.ઉપરોકત સ્વામી અંતર ખિરજના સ્વાગત સમારોહમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા  પ્રેમીઓને ઓશો ઇનર સર્કલનું હાર્દિક આમંત્ર અપાયું છે સહભાગીતા માટે નામ રજીસ્ટર કરાવવુ ફરજીયાત છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર-ગોંડલ રોડ-વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે,૪, વૈદ્યવાડી ડી માર્ટની પાછળની શેરી રાજકોટ.

વિશેષ માહિતી ત્થા એસએમએસ દ્વારા નામ રજીસ્ટર કરાવવા માટે સ્વામી સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૭૦

(2:56 pm IST)
  • બ્રહ્મમૂહૂર્તમાં બદ્રીનાથના કમાડ ૧૮મેએ ખુલશે : નરેન્દ્રનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના કમાડ ૧૮મેના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ૪:૧૫ કલાકે ખોલવામાં આવશે. અભિષેક માટે ૨૯ એપ્રિલે નરેન્દ્રનગર રાજ દરબારમાં સુહાગીન મહિલાઓ દ્વારા તલનું તેલ પૂરવામાં આવશે access_time 11:17 am IST

  • હાઈકોર્ટમાં ન્યાયાધીશના ૪૦૦ પદ ખાલી : નવી દિલ્હી : દેશભરની ૨૫ હાઈકોર્ટોમાં ૪૦૦ જેટલી જગ્યાઓ ઉપર ન્યાયાધીશોની નિમણુંકો કરવાનું બાકી છે : આ બધા પદ ખાલી છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં ૪ જજાના પદ ખાલી છે. access_time 11:17 am IST

  • કાલે રેલ રોકો આંદોલનને સમર્થન : પંજાબમાં હવે કિશાન પંચાયતો નહિં યોજાય ૩૨ જથ્થાબંધ માર્કેટ દ્વારા નિર્ણય : સોનીપત : પંજાબની ૩૨ જથ્થાબંધ ખેડૂત માર્કેટ દ્વારા મંગળવારે યોજાયેલ બેઠકમાં હવે પછી કોઈ ખેડૂત પંચાયતો નહિં મળે : માત્ર સંયુકત કિશાન મોરચો દિશા - નિર્દેશ આપે ત્યારે જ પંચાયત બોલાવાશે : કુંડલી સહિત દિલ્હી અને અન્ય સરહદો પર ચાલી રહેલ કિશાન આંદોલનને વેગ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો : કાલે ૪ કલાકનું ‘રેલ રોકો’ યોજાયુ છે તેને સમર્થન આપવા ચર્ચા થયેલ. access_time 11:15 am IST