Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કાલે મ.ન.પા.ની ચૂંટણીનું પ્રથમ મતદાનઃ ૨II હજાર કર્મચારીનું પોષ્ટલ વોટીંગ

ચૌધરી હાઈસ્કૂલ પાસેની કુંડલિયા કોલેજ અને ઘંટેશ્વર ખાતે પોસ્ટલ બેલેટના મતદાન મથકોઃ પોલીસ તથા રિટર્નીંગ ઓફિસર, બુથ સહિતની ચૂંટણી ફરજવાળા કર્મચારીઓ કરશે 'પોષ્ટલ વોટીંગ'

રાજકોટ, તા. ૧૭ :. ૨૧મીએ મ.ન.પા.ની ચૂંટણી યોજાનાર છે. જેના માટેનુ સૌ પ્રથમ પોષ્ટલ બેલેટ વોટીંગ આવતીકાલે સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. આ ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા અંદાજે ૬૦૦૦ કર્મચારી પૈકી ૨ થી ૨II હજાર કર્મચારીઓ આ પોષ્ટલ વોટીંગ કરશે.

આ અંગે કલેકટર તંત્રના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ તથા આર.ઓ., બુથ લેવલના કર્મચારીઓ સહિત ૨ થી ૨II હજારના સ્ટાફ માટે આવતીકાલે 'પોષ્ટલ બેલેટ વોટીંગ' યોજાશે.

આ માટે ચૌધરી હાઈસ્કૂલની બાજુમાં આવેલ કુંડલિયા કોલેજમાં તથા ઘંટેશ્વર એમ બે સ્થળોએ મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ છે.

જેમા ઘંટેશ્વર ખાતે ત્યાં રહેતા પોલીસમેન માટે જ મતદાન મથક રખાયુ છે. જ્યારે કુંડલિયા કોલેજના મતદાન મથકે અન્ય સરકારી ઓફિસોના ચૂંટણી ફરજ પર મુકાયેલ કર્મચારીઓ ઉપરાંત પોલીસ વિભાગ બન્ને માટે પોષ્ટલ બેલેટ વોટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ કાલે મ.ન.પા.ની ચૂંટણીના મતદાનનું ખાતુ સરકારી કર્મચારીઓના પોષ્ટલ બેલેટ વોટીંગથી ખુલશે.

(2:51 pm IST)