Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

દારૂના ચાર ગુન્હામાં ફરાર ધવલ અને મોઇનબીનને ક્રાઇમ બ્રાંચે પકડ્યાઃ અનેક ગુનાઓમાં સંડોવણી

ક્રાઇમ બ્રાંચની અન્ય ટીમે રાયોટના ગુનામાં ૧ાા વર્ષથી ફરાર શખ્સને પકડ્યો

રાજકોટ તા. ૧૭: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી  શાંતીપૂર્વક રીતે થાય તે માટે રાજકોટ શહેરમાં રહેતાં અને નાસતા ફરતાં ગુન્હેગારોની માહિતી મેળવી શોધી કાઢવા માટે ઝુંબેશ હાથ ધરવા મળેલી સુચનાઓ અંતર્ગત ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલમાંથી નાસતા-ફરતાં આરોપીઓની માહિતી મેળવી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આવા ભાગેડૂ પકડાઇ ચુકયા છે. ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂના ૪ ગુનામાં ફરાર વધુ બે શખ્સને પકડ્યા છે.

હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. દેવાભાઇ ધરજીયાને મળેલબાતમીને આધારેજંગલેશ્વર ભવાની ચોક પાસે જસાણી હોલની સામેથીધવલ ઉર્ફે શીવ બકુલભાઈ વડનગરા (રહે. કિર્તિધામ સોસાયટી શેરી નં.૧ ભવાની ચોક, દેવપરા કોઠારીયા મેઇન રોડ) તથા મોઇનબિન ઇમ્તિયાઝબીન કસીરી (રહે. ભવાની ચોક અંકુંર મેઇન રોડ મહેશ્વરી સોસાયટી શેરી નં.૨)ને પકડી લીધા હતાં. ધવલ ઉર્ફ શિવ વિરૂધ્ધ ટંકારા, રાજકોટ, ગોંડલ, લોધીકા, વિરપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં ૯ ગુના નોંધાયા હતાં. તેમજ એક વખત પાસામાં પણ જઇ આવ્યો છે. આ ઉપરાંત અપહરણ, દારૂ, હથીયારધારાના કેસમાં પણ તેની સંડોવણી હતી. જ્યારે ધવલ અને શિવને ચાર ગુનામાં પકડવાના બાકી હતાં. આ ઉપરાંત મોઇનબીન વિરૂધ્ધ ભકિતનગર, ડીસીબીમાં પાંચ ગુના નોંધાયા હતાં અને તે પણ એક વખત પાસામાં જઇ આવ્યો છે. હાલ ડીસીબીના ગુનામાં ધરપકડ થઇ છે. જ્યારે ગોંડલ સીટી, લોધીકા પોલીસ અને પ્ર.નગર પોલીસના ગુનામાં હવે પછી પકડવામાં આવશે.

જ્યારે ડીસીબીના ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારૂને મળેલી બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને મારામારીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીઅશરફ ઉર્ફે અસલમ ઉર્ફે અસલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ-૨૦, રહે. મોરબી રોડ શાળા નંબર-૭૭ની સામે)ને જુના સીટી સ્ટેશન પાસેજુના જકાત નાકા પાસેથી પકડી લેવાયો છે. આ શખ્સ દોઢેક વર્ષ પહેલા પારેવડી ચોકના સુખસાગર સીઝન સ્ટોર્સના માલીક સાથે ગાળો બોલવા બાબતે થયેલી મારામારીમાં આજ સુધી ફરાર હતો.

પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા અને તેમની ટીમના  વિક્રમભાઇ ગમારા, અંશુમાનભા ગઢવી, કોન્સ. પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા તથા જીગ્નેશભાઇ મારૂએ તથા પીએસઆઇ યુ. બી.જોગરાણા તથા તેમની ટીમના એએસઆઇ બી. આર.ગઢવી, એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્સ. સંંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા સહિતે  પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણ કુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી કાઇમડી. વી.બસીયાની સુચના હેઠળ કરી હતી.

જામનગરના મારામારીના ગુનામાં ફરાર ગટ્ટુ રાજકોટમાં પકડાયો

જામનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ત્રણ માસથી ફરાર શખ્સ રાઇદ ઉર્ફ ગટ્ટુ હુશેનભાઇ મકરાણી (ઉ.૨૮-રહે. જામનગર કબીરનગર ડેન્ટલ હોસ્પિટલ પાસે)ને પારેવડી ચોકમાંથી પકડી લઇ જામનગર સોંપાયો છે. આ શખ્સ પોલીસને જોઇ ભાગવા જતાં તેને પીછો કરી પકડી લેવાયો હતો. પુછતાછમાં તે ફર્યુ ફર્યુ બોલતો હોઇ પોકેટકોપમાં સર્ચ કરતાં તે જામનગરના મારામારીના ગુનામાં ફરાર હોવાનું ખુલતાં ૪૧ (૧) મુજબ ડિટેઇન કરાયો હતો.

પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, જયદિપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઇ વાધીયા, પરેશભાઇ સોઢીયા, મિતેશભાઇ  આડેરા અને ભાવેશભાઇ વાસાણીએ તેને પકડ્યો હતો.

(12:53 pm IST)
  • અમેરિકામાં કોરોનાના નવા કેસમાં ભારે ઘટાડો નોંધાયો, છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૦૦ કેસ મને તેરસો મૃત્યુ નોંધાયા, ચાર કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને દોઢ કરોડ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો access_time 12:35 pm IST

  • કાલે રેલ રોકો આંદોલનને સમર્થન : પંજાબમાં હવે કિશાન પંચાયતો નહિં યોજાય ૩૨ જથ્થાબંધ માર્કેટ દ્વારા નિર્ણય : સોનીપત : પંજાબની ૩૨ જથ્થાબંધ ખેડૂત માર્કેટ દ્વારા મંગળવારે યોજાયેલ બેઠકમાં હવે પછી કોઈ ખેડૂત પંચાયતો નહિં મળે : માત્ર સંયુકત કિશાન મોરચો દિશા - નિર્દેશ આપે ત્યારે જ પંચાયત બોલાવાશે : કુંડલી સહિત દિલ્હી અને અન્ય સરહદો પર ચાલી રહેલ કિશાન આંદોલનને વેગ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો : કાલે ૪ કલાકનું ‘રેલ રોકો’ યોજાયુ છે તેને સમર્થન આપવા ચર્ચા થયેલ. access_time 11:15 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,573 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,37,106 થઇ :એક્ટિવ કેસ 1,33,702 થયા: વધુ 11,794 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06, 42, 903 થયા :વધુ 99 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,949 થયા access_time 1:02 am IST