Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજકોટમાં રાજ્યનું પ્રથમ મેડિકલ પાર્ક બનશે : વિજયભાઇ રૂપાણી

જીઆઇડીસીમાં ફાર્મા કંપનીઓના એકમો પણ સ્થાપી શકાશે

રાજકોટ તા. ૧૭ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરેલ કે રાજકોટમાં રાજયનું સૌપ્રથમ મેડીકલ પાર્ક બનશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ હોમટાઉન રાજકોટને વધુ એક ભેટ આપી છે. રાજકોટના ભાગોળે ૧૩૬ હેકટર જમીનમાં રાજયના સૌપ્રથમ મેડિકલ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત મુખ્યપ્રધાન રૂપાણીએ કરી છે. રાજકોટમાં નાના ઉદ્યોગોના વિકાસ માટે વધુ એક જીઆઇડીસીની માંગ ઉઠી હતી. જેના પગલે હવે શહેરના પાદરે નાગલપુરમાં ૧૩૬ હેકટરમાં નવા જીઆઇડીસી એકમની સ્થાપના કરવામાં આવશે.

નવા મેડિકલ પાર્કમાં અંદાજિત ૪પ૦ થી વધુ એકમોને સમાવી શકાશે. જેની સાથે જીઆઇડીસીમાં ફાર્મા કંપનીઓ પણ આવશે અને ફકત રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનો વિકાસ થશે.

(11:03 am IST)