Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જિલ્લા પંચાયતમાં વ્હીપ કરતા જુદી પસંદગી અંગે અહેવાલ મંગાવ્યો છે : બ્રિજેશ મેરજા

પ્રદેશ નેતાગીરીના નિર્દેષ મુજબ આગળની કાર્યવાહી થશે

રાજકોટઃ. જિલ્લા પંચાયતમાં સિંચાઈ અને સહકાર સમિતિના અધ્યક્ષની પસંદગીમાં પ્રદેશ નેતાગીરીએ પંચાયતના શાસક જુથ કોંગ્રેસના આગેવાનોને વિશ્વાસમાં લીધા સિવાય સીધી મનોજ બાલધાની પસંદગી કરતા અર્જુન ખાટરિયા જુથે તેને બળવાખોર ગણાવી તેની પસંદગીનો વિરોધ કરેલ. છેલ્લી ઘડીએ બહુમતીને સર્વાનુમતીમાં ફેરવી બાલધાના બદલે વિનુભાઈ ધડુકને અધ્યક્ષ બનાવી દીધા છે. આ ઘટનાએ જિલ્લા પંચાયતમાં રાજકીય હલચલ મચાવી છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસના પ્રભારી બ્રિજેશ મેરજાને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે પ્રદેશ કોંગ્રેસ તરફથી મનોજ બાલધા માટે વ્હીપ આપવામાં આવેલ. આ વ્હીપની સભ્યોને બજવણી પણ થઈ ગઈ હતી. બાલધાના બદલે અન્યને અધ્યક્ષ શા માટે બનાવાયા ? તે અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાસેથી અહેવાલ મંગાવાયો છે. અહેવાલના આધારે પ્રદેશ નેતાગીરીના નિર્દેષ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(4:07 pm IST)