Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પેડક રોડ પર ચાંદીના વેપારી સાથે ૩૬ લાખની છેતરપીંડી કરનાર અમદાવાદના શખ્સની શોધ

ચાંદીના વેપારી નંદલાલભાઇ પાસેથી અમદાવાદનો વિષ્ણુ સોની અવાર-નવાર દાગીના લઇ જઇ વિશ્વાસ કેળવી છેતરપીંડી આચરી

રાજકોટ, તા. ૧૭:  શહેરના પેડક રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે જાનવી ઓરનામેન્ટ નામની દુકાન ધરાવતા સોની વેપારી સાથે દાગીના બનાવવાના બહાને રૂા. ૩૬ લાખની કિંમતની ચાંદી ઓળવી જઇ છેતરપીંડી આચરનાર અમદાવાદના શખ્સની બી-ડીવીઝન પોલીસે શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ રામપાર્ક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં.રમાં રહેતા નંદલાલભાઇ વસ્તાભાઇ સાંગાણી (ઉ.વ.૪૦) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં અમદાવાદના વિષ્ણુ રમેશભાઇ સોનીનું નામ આપ્યું છે. નંદલાલભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે પેકડ રોડ ઉપર રણછોડદાસ બાપુના આશ્રમના વડામાં જાનવી ઓરનામેન્ટના નામે દુકાન ધરાવે છે. જાન્યુઆરી ર૦૧૮માં અમદાવાદમાં ચામુંડા ઓરનામેન્ટના માલીક વિષ્ણુ સોની સાથે કોન્ટેકટ થયો હતો. થોડા દિવસ બાદ વિષ્ણુ સોનીને ફોન આવેલ કે 'મારે ચાંદીકામના દાગીના તૈયાર જોઇએ છે.' તેમ વાત કર્યા બાદ તે પોતાને રાજકોટ મળવા આવ્યો હતો અને ૧૦-૧-૧૮ના રોજ રૂ. ૧,૪૭,૩૦૪ નો માલ મોકલાવ્યો હતો. બાદ તે અવારનવાર માલ મંગાવતા બંન્ને વચ્ચે ધંધાકીય સંબંધો વધ્યા હતા. વિષ્ણુ સોની અવાર-નવાર દાગીના બનાવવા  માટે ચાંદી મંગાવતા નંદલાલભાઇ વિશ્વાસમાં આવી ગયા હતા. ધંધાકીય વ્યવહારો સરખી રીતે ચાલ્યા બાદ બે વર્ષ પહેલા વિષ્ણુ એ રૂ. ૩પ,૯૪,રરર ની કિંમતના ૧૦૧ કિલો ૩૭ર ગ્રામ ચાંદીના ધરેણા ઉધારીમાં લઇ ગયો હતો. બાદમાં લાંબા સમય પછી પણ લાખોની રકમ વિષ્ણુ સોનીએ નહીં ચુકવતા અંતે ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમએફ ડામોરે આરોપી અમદાવાદના વિષ્ણુ સોનીની શોધખોળ હાથ ધરી છે.

(4:07 pm IST)