Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મેજર હાર્વે ઈન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભઃ મનોજ અગ્રવાલ અને મનોહરસિંહ જાડેજાની હાજરી

રાજકોટઃ ગવર્મેન્ટ ઓફીસર્સ જીમખાના, હાર્વે ઈન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનો  સમારંભ પોલીસ હેડકવાર્ટસના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ. આ પ્રસંગે ડી.સી.પી.શ્રી રવિ સૈની દ્વારા પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલનું પુષ્પગચ્છથી સ્વાગત કરેલ. આ પ્રસંગે ડી.સી.પી. શ્રી મનોહરસિંહ જાડેજા, એડી.કલેકટર શ્રી પરિમલ પંડયા, ઝોનલ ઓફીસર ગુજરાત ગેસ શ્રી રાજીવ પટેલ તથા અન્ય અધિકારીશ્રીઓ, કલબના સભ્યો તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મેચ કલેકટોરેટ બી તથા જીલ્લા પંચાયત બી ટીમ વચ્ચે રમાયેલ. આ ટુર્નામેન્ટમાં ૨૫ ટીમ ભાગ લઈ રહી છે.

(3:57 pm IST)