Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પ્રથમ દિ'એ ધસારોઃ2BHK ફલેટના અઢી હજાર ફોર્મ ઉપડયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા EWS-2 ના 542, LIG ના 1268, MIG ના 1268 મળી કુલ - ૩૦૭૮ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. જેના અનુસંધાને LIG પ્રકારના ૨ બીએચકે ૧૨૬૮ આવાસ માટેના ફોર્મઆજથી  શરૂ  થતા વિતરણ સ્થળો પર અરજદારોની લાઇનો જોવા મળી હતી.  પ્રથમ દિવસે અઢી  હજાર જેટલા ફોર્મ ઉપડયા છે.  2BHKના LIG 1268 આવાસોના ફોર્મ  તા.૧૭ ફેબ્રુઆરીથી તા. ૨ માર્ચ સુધીમાં મેળવી પરત કરવાના રહેશે.રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૪ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૧.૦૦ થી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે. એલઆઇજી આવાસોનાં ફોર્મઆજથી  શરૂ  થતા વિતરણ સ્થળો પર અરજદારોની લાઇનો જોવા મળી હતી. તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર- અશોક બગથરીયા)

(3:46 pm IST)