Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઈન્ડિયન આર્મી દ્વારા સોલજર્સ અને એન્જીનીયર્સ તથા ISRO દ્વારા એપ્રેન્ટીસની ભરતી

સોલર્જ્સ માટે ૨૩ ફેબ્રુઆરી , શોર્ટ સર્વિસ કમિશન (ટેકનીકલ) માટે ૨૦ ફેબ્રુઆરી તથા એપ્રેન્ટીસ માટે ૨૧ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે

રાજકોટ તા. ૧૭: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે અવિરતપણે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હાલમાં ઈન્ડિયન આર્મી (ભારતીય સેના- ભુમિદળ) દ્વારા સોલ્જર્સ (સૈનિકો) તથા શોર્ટ સર્વિસ કમિશન(SSC)-ટેકિનકલમાં ભરતી ચાલી રહી છે.

સોલ્જર માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૨૩-૨-૨૦૨૦ છે. સોલ્જરની પોસ્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ હસ્તક હોવાથી  પસંદ થનાર ઉમેદવારે સમગ્ર ભારતમાં કોઇપણ જગ્યાએ પોતાની ફરજ બનાવવાની હોય છે. સોલ્જર્સની વિવિધ જગ્યાઓ માટે ધોરણ ૮,૧૦, તથા ૧૨ પાસ અલગ-અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. વયમર્યાદા  સાડા સતરથી ૨૩ વર્ષ સુધીની છે.  સોલ્જર્સ માટેની આર્મી રીક્રુટમેન્ટ રેલી ૨૬ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ ૨૦૨૦ દરમ્યાન રાનીખેત મિલટરી સ્ટેશન ખાતે યોજાશે. જેમા પીઠોહગઢ અને ચંપાવત જિલ્લાના ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી વિશેની સંપૂર્ણ માહિતી www.ojasnow.com  તથા soldiers recruitment in indian army ઉપર મળી શકે છે. એડ્રેસઃ આર્મી રીક્રુટીંગ ઓફિસ, પીઠોડગઢ, ઉતરાખંઙ

આ ઉપરાંત ૨૦-૨-૨૦૨૦ની છેલ્લી  ઓનલાઇન અરજી તારીખ સાથે ઈન્ડિયન આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC)-ટેકિનકલ અપરણિત પુરૂષો  તથા  મહિલા ઉમેદવારોની ભરતી થઇ રહી છે. ભરતી થનાર ઉમેદવારને ૫૬૧૦૦- ૧૭૭૫૦૦ રૂ.ના સ્કેલમાં પગારધોરણ તથા અન્ય લાભો મળવાપાત્ર થશે.  ઉમેદવારો માટે વયમર્યાદા તા. ૧-૧૦-૨૦૨૦ના રોજ ૨૦ થી ૨૭ વર્ષ હોવી જરૂરી છે.

જે વિવિધ  બ્રાન્ચીસમાં જગ્યાઓ ભરવાની છે તેમાં સિવિલ અને સ્ટ્રકચરલ એન્જીનીયરીંગ , મિકેનીકલ,  મેકટ્રોનિકસ, મિકેનિકલ એન્ડ ઓટોમેશન  ઈલેકટ્રીકલ અને ઈલેકટ્રીકલ એન્ડ ઈલેકટ્રોનિકસ એન્જીનીયરીંગ, કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન/સેટેલાઇટ કોમ્યુનિકેશન, આર્કિટેકચર, એરોનોટીકલ સહિતની  બ્રાન્ચીસનો સમાવેશ થાય છે. ઓનલાઇન અરજી કરવા માટે તથા ભરતી વિશેની તમામ માહિતી http://join indian army.nic.in  ઉપર મળી શકે છે. અરજી કરનાર ઉમેદવાર મોટાભાગે સ્નાતક થયેલા હોવા જરૂરી છે.

* ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગોનાઇઝેશન (ISRO) અમદાવાદ ખાતે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ તરીકે ભરતી થવા માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૨૧-૨-૨૦૨૦ છે. જે ટ્રેડમાં એપ્રેન્ટીસની ભરતી થવાની છે. તેમા ટર્નર, મશીનિસ્ટ, ઈલેકટ્રીશ્યન, કાર્પેન્ટર પેઇન્ટર જનરલ, COPA, લેબ.એટેન્ડન્ટ કેમિકલ પ્લાન્ટ, એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, ડ્રાફટમેન મિકેનિક, ડ્રાફટમેન સિવિલ ઈલેકટ્રોનિક મિકેનિક એન્ડ રેડીયો ટીવી, ફીટર, રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનિંગ વિગેરેનો સમાવેશ થાય છે. ભરતી વિશેની સંપૂર્ણ માહિતી www.sac.gov.inઅથવા http:// recruitment.sac.gov.in ઉપર જોઇ શકાય છે.

તો મિત્રો , યોગ્ય લાયકાત ,સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી સાથેનું સોનેરી ભવિષ્ય આપની રાહ જુએ છે. સાચી નીતિથી  મહેનત કરનારને ઈશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી  વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઈન્ફર્મેશન મળી શકે.)

(3:37 pm IST)