Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રાજકોટમાં વાહન ચાલકોની નંબર પ્લેટ બદલાવી કોપી કરવાનું કૌભાંડ વકીલના બાઇકના નંબરની કોપી કોઇએ કરી અને દંડ વકીલને ફટકાર્યો

આઇ-વે પ્રોજેકટ હેઠળ રૂ.૧૫૦૦-૧૦૦૦ના અપાતા ઇ.મેમાથી લોકો ત્રાહિમામઃ વકીલ સહિતના અનેક લોકોએ દંડ ભરવાનો ઇન્કાર કર્યો લોકોને લુંટતા કાયદાનો ભારે વિરોધ...

રાજકોટ,તા.૧૭: રાજ્ય સરકારના નવા મોટર વ્હીકલ એકટના કાયદાથી જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે.કરોડોના ઉઘરાણા બાદ હેલ્મેટ રાજ્ય સરકાર દ્વારા મરજીયાત કરવામાં આવ્યો હતું. પરંતુ સરકારે ફરી હેલ્મેટ ફરજીયાત કરવાની વાતને પ્રાધાન્ય આપતા લોકોમાં રોષ ફેલાયો છે.

હેલ્મેટ ઉપરાંત આઇ-વે પ્રોજેકટના આધારે વાહન ચાલકોને ઇ-મેમો આપી દંડ ફટકારવામાં આવી રહ્યા છે. જેમાં એડવોકેટના બાઇકની નંબર પ્લેટની કોપી કરી ગેરકાયદેસરની નંબર પ્લેટ અન્ય બાઇકમાં નિકળેલા શખ્સને પકડવાના પોલીસે એડવોકેટને રૂ.૧૦૦૦નો ઇ-મેમો ધાબડી દેતા ઇ-મેમો વિવાદમાં ધેરાયો છે. રોર્ષે ભરાયેલા એડવોકેટ ટ્રાફિકનો ભંગ કર્યો નથી. અને દંડ ભરવા પણ ઇચ્છતા ન હોવાની પોલીસ કમિશનરને લેખિત રજુઆત કરતા ઇ-મેમો ચર્ચાાના ચકડોળે ચડ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા મોટર વ્હીકલ એકટનો કાયદો અમલમાં મુકી વાહન ચાલકો પાસેથી હેલ્મેટ સીટબેલ્ટ અને વન-વે ના નામે કરોડો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા હતા. નવા મોટર વ્હીકલ એકટના કાયદાથી ત્રાસી ગયેલી જનતાએ સરકાર વિરૂધ્ધ રોષ ઠાલવી વિરોધ વ્યકત કર્યો હતો. ભાર. વિરોધના પગલે સરકાર દ્વારા હેલ્મેટનો કાયદો મરજીયાત કરવામાં આવ્યો હતો. પરંતુ વાહન ચાલકોને કોઇ પણ રીતે છટકા ન દેવા હોય તેમ સરકાર દ્વારા આઇ-વે પ્રોજેકટના આધારે વાહન ચાલકોને ઇ-મેમો મોકલી ઉઘરાણા ચાલુ રાખ્યા છે. ત્યારે રૈયા રોડ ઉપર આવેલી બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેન્દ્રભાઇ પ્રકાશભાઇ ડોરીના બાઇકની આરટીઓ માન્ય નંબર પ્લેટ જીજે૦૩એફએમ૦૬૧૩ નંબરની કોપી કરેલી ગેરકાયદેસર નંબર પ્લેટનો ઉપયોગ કરી અન્ય બાઇકમાં લગાડી શખ્સ સાંગણવા ચોકમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આઇ-વે પ્રોજેકટની ઝપટે ચડી જતા પોલીસે નંબરના આધારે બાઇક માલીકનું નામ અને  સરનામુ મેળવી ઇમેમો એડવોકેટ રાજેન્દ્ર ડોરીને ધાબડી દીધો હતો.

એડવોકેટ રાજેન્દ્ર ડોરીએ ઇ-મેમો ચેક કરતા બાઇક પોતાનું ન હોવાનું અને નંબર પ્લેટમાં ૦ નંબર ન હોવાનું તેમજ બાઇકના ટોપા ઉપર એડવોકેટ લખેલું ન હતું. બાઇક પોતાનું ન હોવા છતા પોલીસે ગેરકાયદેસર નંબર પ્લેટ લગાડીને નિકળેલો બાઇક ચાલક કોણ છે ? તે ખરાઇ કરવાને બદલે એડવોકેટ  રાજેન્દ્ર ડોરીને ઇ-મેમોને મોકલી આપતા એડવોકેટ ડોરી રોષે ભરાયા હતા. અને એડવોકેટ રાજેન્દ્ર ડોરીએ પોલીસ કમિશનરને કલમ ટ્રાફીક એકટની કે રૂલ્સની કોઇ કોલમ ભંગ કરેલ નથી. તેમજ ચલણ મુજબ રૂ.૧૦૦૦નો દંડ ભરવા ઇચ્છતા નથી એવી લેખીત રજુઆત કરી હતી.

જાણવા મળ્યા મુજબ રૂ.૧૫૦૦-૧૦૦૦નો તોતીંગ દંડ વસુલાતો હોય રોજરોજ અપાતા આવા મેમાનો લોકો ઇન્કાર કરીને પોલીસ તંત્રને ગુન્હો કબુલ નથી. તેઓ જવાબ સાથે મેમા પરત કરી રહ્યા છે.

(3:37 pm IST)