Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રિક્ષામાં મુસાફરને બેસાડી છરી મારી લુંટના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૭: રીક્ષામાં પેસેન્જર બેસાડી છરી વડે ઇજા પહોંચાડી લુંટ કરવા સબબના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે તા. ૦૯/૧ર/ર૦૧૯ના રોજ ફરીયાદી સુરજસિંઘ આજીડેમ ચોકડી પાસે હોસ્પીટલ ચોક તરફ જવા માટે રીક્ષા રાત્રીના આઠ વાગ્યે આરોપી મયુર ઉર્ફે ભુરો ભુપતભાઇ ઓળખીયા રીક્ષા લઇને જઇ રહ્યા હતા ત્યારે હોસ્પીટલ ચોક તરફ જવાનું કહેતા ફરીયાદીને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલ અને રૂ. પ૦/- ભાડુ નકકી કરેલ. દરમ્યાન સુર્યમુખી હનુનમાન ભાવનગર રોડ  તરફ પહોંચતા રીક્ષામાં પાછળ બેસેલ રીક્ષા ઉભી રાખેલ અને આ કામના આરોપી મયુર ઉર્ફે ભુરો ભુપતભાઇ ઓળખીયા એ પોતાના ખીચ્ચામાંથી છરી કાઢી ફરીયાદીને આરોપીએ છરી વડે ઇજા પહોંચાડી ફરીયાદી પાસેથી રોકડ રૂ. ર૦,૦૦૦/- તથા મોબાઇલ લુંટી લઇ રીક્ષા ફુલ ઝડપે ચલાવી ભાગી ગયેલ.

આ મતલબની ફરીયાદો થોરાળા પોલીસ સ્ટેશનમાં કરતા ફરીયાદીએ આપેલ આરોપીના વર્ણનના આધારે આરોપીની ધરપકડ કરેલ અને મામલતદાર રૂબરૂ આરોપીનું ઓળખ પરેડ કરાવેલ અને રોકડ રકમ કબજે કરેલ. આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા લોઅર કોર્ટને જામીન પર છોડવાની સતા ન હોવાના કારણે આ કામના આરોપીએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા આરોપીને રૂ. ર૦,૦૦૦/- જામીન પર છોડવા સેશન્સ અદાલતે હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી/અરજદાર તરફે સૌરાષ્ટ્રના શ્રી રોહિતભાઇ બી. ઘીઆ તથા ગોપાલભાઇ મકવાણા રોકાયેલ હતા.

(3:36 pm IST)