Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સગીરાના અપહરણ-દુષ્કર્મ-પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન નામંજુર

રાજકોટ, તા., ૧૭:  રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલ માંડા ડુંગર વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાની સગીર વયની ૧૪ વર્ષની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬,૩૭૬ (ર) એન ૩૭૬ (૩) અને પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી અભિષેક જયસુખભાઇ સેલડીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા જે જામીન અરજી નામ. સ્પે. પોકસો કોર્ટે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટ શહેરના માંડા ડુંગરના રહેવાસી એવા ભોગ બનનારના માતાએ ગત તારીખ ર૮-૧૧-ર૦૧૯ના રોજ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૪ વર્ષની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવા અંગેની આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (એન) ૩૭૬ (૩) તથા પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ આપેલ હતી.

આ કામના તપાસ કરનાર અમલદારે રાજકોટની નામ. સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬ (ર)(એન)૩૭૬(૩) તેમજ પોકસો એકટની કલમ ૬નો ઉમેરો કરવા માટેની અરજી આપતા કોર્ટ દ્વારા આરોપી સામે આઇપીસીની કલમ ૩૭૬(ર)(એન)૩૭૬(૩)તેમજ પોકસો એકટની કલમ ૬ નોઉમેરો કરવામાં આવેલ અને આરોપીને રાજકોટના સ્પે. પોકસો કોર્ટના જજ સાહેબે ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યાર બાદ આ કામમાં ચાર્જશીટ ફાઇલ જતા આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી નામ.સ્પે. પોકસો કોર્ટમાં ગુજારેલ હતી.

જામીન અરજી સામે મુળ ફરીયાદી વતી લેખીત જવાબ વાંધો રજુ કરી આરોપીના જામીન અરજી રદ કરવા માટે લેખીત જવાબ વાંધાઓ આપેલ અને જેમાં આરોપી પરણીત હોય અને ભોગ બનનારની ઉંમર ૧૪ વર્ષની હોય તેમજ ભોગ બનનારના મેડીકલ પેપર્સ જોતા પણ અવાર નવાર શારીરીક સબંધ બાંધેલ હોય જે હકીકત સેસન્સ કોર્ટે ધ્યાનમાં રાખતા આરોપીની ચાર્જશીટ બાદની બીજી જામીન અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા, એમ.એન.સિંધવ તેમજ સરકારશ્રી એ.એસ.જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(3:36 pm IST)