Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સાધુ વાસવાણી રોડ પર કવાર્ટરમાં હર્ષાબેનને જેઠ-જેઠાણીએ માર માર્યો

રાજકોટ તા. ૧૭: સાધુ વાસવાણી રોડ પર આરએમસી કવાર્ટરમાં રહેતી હર્ષાબેન હિતેષ મુલીયાણા (ઉ.૨૨) નામની ભીલ પરિણીતાને તેના જેઠાણી રંજનબેન, જેઠ અજીતભાઇ તથા તેના સંતાનો મુકેશ અને કાનાએ ધોકા-ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

હર્ષાબેનના કહેવા મુજબ તેણે તેના નાનીજીની ખબર પુછતાં આ વાત જેઠ-જેઠાણીને ન ગમતાં તેની સાથે કેમ બોલે છે? તેમ કહી મારકુટ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)