Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માલધારી સોસાયટીમાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન મોતી ઝાપડા પર હુમલો

પવલો, પિન્ટૂ અને સાવને ઢીકાપાટુ-પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૭: માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટી-૪માં બાપા સિતારામ ચોકમાં રહેતાં મોતી ઘેલાભાઇ ઝાપડા (ભરવાડ) (ઉ.૧૯)ને તેના ઘર નજીક સાંજે પ્રવિણ ઉર્ફ પવલો હાંસલા, પિન્ટૂ રાતડીયા અને સાવન કોળીએ મળી ઢીકા-પાટુનો માર મારતાં તેમજ લોખંડના પાઇપથી ડાબા પગે ઇજા કરતાં સારવાર લેવી પડી હતી.

બનાવ અંગે બી-ડિવીઝનના એએસઆઇ વી. જી. બોરીચાએ મોતીની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. મોતીના કહેવા મુજબ પોતાને કારણ વગર ગાળો દેવામાં આવતાં ના પાડતાં હુમલો કરવામાં આવ્યો હતો.

(12:57 pm IST)