Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મહાશિવરાત્રીના મેળામાં રાજકોટની શ્રી આઈ ખોડીયાર રાસમંડળ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રની સેવા

ભાવિકોને સવારે નાસ્તો- દિવસ દરમ્યાન ભોજન અપાય છે

રાજકોટઃ છેલ્લા ૫૯ વર્ષથી અન્નક્ષેત્રની સેવા આપતી રાજકોટની શ્રી ખોડીયાર રાસ મંડળ (શ્રી આઈ ખોડીયાર રાસમંડળ ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા આ વર્ષે ભવનાથ તળેટી, ત્રીલોકનાથ બાપુના આશ્રમ સામે, જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજથી તા.૨૧ શુક્રવાર સુધીમ સવારે ૬ કલાકે થી ચા- ગાઠીયા- મરચાનો નાસ્તો તથા સવારે ૧૧ થી ૩ સુધી તથા સાંજે ૬ થી ૧૦ સુધી અન્નક્ષેત્ર ચાલુ રહેશે. જેમાં  અલગ- અલગ દિવસો દરમિયાન સગવડ પ્રમાણે લાડવા, મોહનથાળ, રવો- ભજીયા- ચોખ્ખા ઘીની ગુંદી- ગાંઠીયા, ખીચડી, રોટલા, બટેટાનું શાક, નાયલોન ખમણ, મરચાનું અથાણુ, સંભારો, છાસ રૂપી અન્નક્ષેત્રમાં આપવામાં આવશે.

દરેક યાત્રાળુઓને શ્રી ખોડીયાર રાસ મંડળના પ્રમુખ જાદવભાઈ કાકડીયા, વલ્લભભાઈ ઠુંમર, ભિખાભાઈ આંબલીયા,  કિશોરભાઈ વાડોદરીયા, રમેશભાઈ હરસોડા વગેરેએ આમંત્રણ આપ્યું છે. આ કાર્યમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ જોડાયા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(11:39 am IST)