Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જેતપુરની જલ્પાએ રાજકોટમાં પિતાના ઘરે બ્લેડથી છરકા કર્યા

કેટલાક દિવસથી માનસિક અસ્વસ્થ રહેતી હોઇ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૭: જેતપુર દેસાઇ વાડીમાં રહેતી જલ્પાબેન જયવીન મંગેચા (ઉ.૨૯) નામની પરિણીતાએ રાજકોટમાં આરટીઓ પાસે શિવમ્નગરમાં રહેતાં પિતા મુકેશભાઇ વસાણીના ઘરે સાંજે પોતાના હાથમાં બ્લેડથી છરકા કરી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. જો કે નિવેદન નોંધાય એ પહેલા રજા લઇ લીધી હતી.

 

જલ્પાબેનના સંતાનમાં એક પુત્ર છે. તેના પિતા મુકેશભાઇના કહેવા મુજબ તેણીને પ્રેગનન્સી રહે એ વખતે માનસિક હાલત ખરાબ થઇ જાય છે. આ કારણે કેટલાક દિવસોથી મારા ઘરે સારવાર માટે લાવ્યા હતાં. ક્રિએટન કરાવાયા બાદ વધુ હાલત બગડી હતી આ કારણે બ્લેડથી છરકા કરી લીધાં હતાં.

(11:33 am IST)