Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યોઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૭: સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ સામે પાર્કિંગમાંથી અજાણ્યો આશરે ૩૫ થી ૩૭ વર્ષનો પુરૂષ બેભાન મળી આવતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. મૃતક ઘઉંવર્ણો છે, સફેદ કાળા વાળ છે. રાખોડી પેન્ટ અને મેલો સફેદ શર્ટ પહેર્યો છે. બિમારીથી મોત થયાનું તારણ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ એમ. બી. ગોસ્વામી, એએઅસાઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયા વધુ તપાસ કરે છે.

(3:58 pm IST)