Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બોલો લ્યો.. રાજકોટની આર.સી. ટ્રાવેલ્સ એજન્સીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટ વેંચવામાં છેતરપીંડી કરી!

રાજકોટના જ દસ પ્રવાસીઓની ટિકીટ પર વ્યુઇંગ ગેલેરીના રૂ.૩૮૦ને બદલે રૂ.૪૨૦ લખ્યાઃ અગાઉ અમદાવાદની એજન્સીએ આવી રીતે ઠગાઇ કરી'તીઃ કેવડીયા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભ

કેવડિયા-કોલોની,તા.૧૭: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા.દરમીયાન પોતાની ફરજ પર હાજર પીએસઆઈ કે.કે.પાઠક પ્રવાસીઓની ટિકિટ ચેક કરી હતા ત્યારે રાજકોટના ૮ પ્રવાસીઓની ટિકિટ પર વ્યુઈંગ ગેલેરી પર જવાના દર ૩૮૦ રૂપિયાની જગ્યાએ ૪૨૦ લખેલા એમને જણાયા હતા.જો કે પ્રવાસીઓની ટિકિટ સ્કેન થઈ જવાને લીધે એમને અંદર તો જવા દેવાયા હતા પણ આ મામલે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી અધિકારીઓને જાણ કરતા રાજકોટની આર.સી.ટ્રાવેલ્સ એજન્સીએ પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરવા મામલે હાલ કેવડિયા પોલીસ સ્ટેશને એ ટ્રાવેલ્સ એજન્સી સામે ફ્રિયાદ દાખલ કરી છે.ઉપરાંત તેના માલિકને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. આ અગાઉ પણ ૨ ફ્ેબ્રુઆરીના રોજ દિલ્હીના ૧૦ જેટલા પ્રવાસીઓ સાથે થયેલી છેતરપિંડીમાં કેવડિયા પોલીસ મથકે અમદાવાદ નારણપુરાની રાવ ટ્રાવેલ્સ વિરુદ્ઘ ગુનો દાખલ કરાયો હતો.ત્યારે આ બીજી દ્યટના બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા આવેલા રાજકોટનાં ૮ પ્રવાસીઓ વ્યુઈંગ ટીકીટ મારફ્તે વ્યુઇંગ ગેલેરી ચેકીંગ પોઈન્ટ પરથી પ્રવેશ કરતાં સમયે બારકોડ સ્કેનીંગ કરાયુ ત્યારે માલુમ પડેલ કે આ ટીકીટોના દરમાં ટ્રાવેલ એજન્ટે છેડછાડ કરી ટીકીટની કિંમત જે ૩૮૦ રૂ. હતી તેના બદલે ૪૨૦ રૂ. લખી પ્રવાસી સાથે ટીકીટ દિઠ ૪૦રૂ. અને કુલ મળીને રૂ. ૩૨૦/- વધુ વસુલી છેતરપીંડી આચર્યાનું સ્થળ પર હાજર સ્ટાફ્ને ધ્યાને આવતા નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેને જાણ કરાતા તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાં અન્વયે ટીકીટ કો-ઓર્ડીનેટર અહેસાન અલી સૈયદ દ્વારા કેવડીયા પોલીસ સ્ટેશનમાં યોગ્ય ધારા-ધોરણ મુજબ ફ્રિયાદ નોંધાવવામાં આવી છે. આ અગાઉ પણ ૨ ફ્ેબ્રુઆરીના રોજ દિલ્હીના ૧૦ જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિગ કરાવી રહ્યા હતા.

દરમિયાન એમની ટિકિટ પર રૂપિયા ૧૨૬૦ હોવાનું ફરજ ઉપરના સ્ટાફ્ અને પી એસ આઈ કે કે પાઠકે ટિકિટ સાથે ની છેડખાની પકડી પાડી હતી ખરેખર ૧૦૩૦ રૂપિયા નક્કી કર્યો છે પણ ટિકિટ દીઠ ૨૦૦ રૂપિયા વધારે લેવામાં આવ્યા હતા . પ્રવાસીઓ જાતે જ ઓનલાઇન ટિકિટ બુકિંગનો આગ્રહ રાખે !

મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ્ યુનિટી દ્વારા અત્રે આવતાં મુલાકાતીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે જયારે પણ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના પ્રવાસનું આયોજન કરો અત્રે પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્રારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પામેલ કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ તેમજ ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે તેથી આ પ્રવૃતિઓ પકડાય છે.

(11:04 am IST)