Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ચુનારાવાડમાં અનિલને વિક્રમે ગાળો દઇ માર મારી ખૂનની ધમકી દીધી

રાજકોટઃ ચુનારાવાડ-૭માં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં અનિલ દાનાભાઇ પરમાર (ઉ.૨૮) નામના કાંગસીયા યુવાનને તેના પડોશી વિક્રમે ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી તેમજ છરી કાઢી મારવાનો પ્રયાસ કરી ખૂનની ધમકી આપતાં થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ ગુનો નોંધ્યો છે.

અનિલના કહેવા મુજબ તે ઘર પાસે ઉભો હતો ત્યારે વિક્રમ ગાળો બોલતો બોલતો નીકળતાં તેને ગાળો બોલવાની ના પાડતાં 'તું કોણ કહેવાવાળો?' તેમ કહી ઝઘડો કરી મારકુટ કરી હતી. બૂમાબૂમ થતાં અનિલના પત્નિ આશાબેન અનેમોટા ભાઇ ગોરધનભાઇ આવી જતાં વિક્રમ ભાગી ગયો હતો.

(11:55 am IST)