Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ત્રણ ઢગાઓએ ૧૩ વર્ષની બાળાને ફ્રેન્ડશીપના નામે ફસાવીઃ બિભત્સ ફોટાથી બદનામ કરવાની ધમકી દઇ બાળા પાસેથી પૈસા પડાવ્યા

ભકિતનગર પોલીસે કિશન ચોૈહાણ, મુકેશ ઉર્ફ ગની અને ચિરાગ જાદવ સામે ગુનો નોંધ્યો

રાજકોટઃ હજુ પરમ દિવસે જ જંગલેશ્વરની એક મહિલાને પડોશી પીંજારા શખ્સે ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી પૈસા, દાગીના પડાવતાં આ મહિલાને ઝેર પીવાની વેળા આવ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યાં વધુ એક કિસ્સામાં એંસી ફુટ રોડ સત્યમ્ પાર્ક પાછળ ક્રિષ્ના પાર્ક-૨માં રહેતી ૧૩ વર્ષની બાળાને ત્રણ ઢગાએ ફ્રેન્ડશીપના નામે ફસાવી બિભત્સ ફોટા બીજાને બતાવી દઇ બદનામ કરવાની ધમકી આપી ઢીકા-પાટુ અને જાપટોથી માર મારી આ બાળા પાસેથી કટકે-કટકે રૂ. ૪૫૦૦ બળજબરીથી પડાવી લઇ તેમજ તેણીની વારંવાર છેડતી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં આ મામલે બાળાના માતાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે કિશન વલ્લભભાઇ ચોૈહાણ, મુકેશ ઉર્ફ ગની સાગરભાઇ ગોેર અને ચિરાગ ભરતભાઇ જાદવ સામે આઇપીસી૩૮૬, ૩૮૪ (એ), ૩૨૩, ૧૧૪, પોકસો અને એટ્રોસીટ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરી હેઠળ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:54 am IST)