Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પુલવામા આતંકી હુમલા સંદર્ભે શહેર એસઓજી-પોલીસનું રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનમાં ચેકીંગઃ વાહનોનું પણ ચેકીંગ

રાજકોટઃ પુલવામાં આતંકી હુમલા સંદર્ભે તકેદારીના પગલા રૂપે રાજ્યભરમાં પોલીસે ઠેર-ઠેર ચેકીંગ ઝુંબેશ શરૂ કરી દીધી છે. ગત સાંજે શહેર એસઓજીની ટીમ અને ગાંધીગ્રામ પોલીસની ટીમોએ ઠેર-ઠેર ચેકીંગ કર્યુ હતું. એસઓજી પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનમાં ઠેર-ઠેર ચકાસણી કરી હતી અને જુદા-જુદા લોકોને તપાસ્યા હતાં. ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમ માધાપર ચોકડી સાથે ખાસ વાહન ચેકીંગ કરી ૨૬૦ જેટલા વાહનો ચેક કર્યા હતાં. જે કારના કાચમાં કાળી ફિલ્મો હતી તે દૂર કરવામાં આવી હતી. પોલસી કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને તમામ એસીપીની સુચના અને રાહબરી હેઠળ આ ચેકીંગ ઝુંબેશ હાલમાં દરરોજ યથાવત રહેશે. (૧૪.૧૧)

 

(11:59 am IST)