Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કાલાવડના પીપરમાં રાજકોટનો રમેશ રાવલ ક્રિકેટનો સટ્ટો રમાડતો પકડાયો

રાજકોટના કરણ લોહાણા પાસે કપાત કરાવતો'તોઃ સટ્ટો રમતા ૧૧ શખ્સોના નામો પણ ખૂલ્યાઃ આર.આર. સેલનો દરોડો

રાજકોટ, તા. ૧૭ :. કાલાવડ તાલુકાના પીપર ગામની સીમમાં ચાલતા ક્રિકેટના સટ્ટા પર આર.આર. સેલે દરોડો પાડી સટ્ટો રમાડતા રાજકોટના બ્રાહ્મણ શખ્સને ઝડપી લીધો હતો. બ્રાહ્મણ શખ્સની પૂછતાછમાં સટ્ટો રમતા ૧૧ શખ્સોના નામો ખૂલતા તે અંગે પણ તપાસ હાથ ધરાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડના પીપર ગામની સીમમાં હરજીભાઈ રાંકની વાડીમાં રમેશ મહેશભાઈ રાવલ રહે. ચંદનપાર્ક શેરી નં. ૨ રાજકોટવાળો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતા આર.આર. સેલના પી.એસ.આઈ. કૃણાલ પટેલ તથા સ્ટાફે ઉકત સ્થળે રેડ કરી રમેશ રાવલને રોકડ રૂ. ૧૪૫૦૦, મોબાઈલ ફોન નંગ ૭ તથા વેગનઆર કાર મળી કુલ ૧.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ રમેશ રાવલએ પોલીસ પૂછતાછમાં પોતાની પાસે રહેલા ચોપડામાં જે ગ્રાહકો સાથે સટ્ટો રમતો હતો તેના નામો (૧) શાહ (૨) ગૌતમ (૩) યુવરાજ (૪) મંગળ (૫) મિલન (૬) બંટી (૭) રાજ (૮) ગોહેલ (૯) મુકેશ (૧૦) ભગત તથા (૧૧) અલ્તાફ લખેલ છે. તેની સાથે સટ્ટો રમી આ સટ્ટાની કપાત રાજકોટના કરણ લોહાણાને મોબાઈલ ફોન પર કપાત કરાવતો હોવાની અને આ કપાત અંગેની રકમના નાણાનો વ્યવહાર રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ આર.સી. આંગડીયા પેઢી મારફત ટી.ટી. દ્વારા કરાવતો હોવાની કેફીયત આપી હતી.  આર.આર. સેલે પકડાયેલ રમેશ રાવલ સામે કાલાવડ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:19 pm IST)