Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રૂડાના ત્રણ મહત્વના કામોનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ડ્રો

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ રૂડાના સીઇઓ શ્રી પંડયાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે રૂડાના આજે ત્રણ મહત્વના પ્રોજેકટ - કામો અંગેનું સાંજે પ વાગ્યા બાદ મુખ્યમંત્રીના હસ્તે ખાત મુર્હુત - લોકાર્પણ અને ડ્રો થશે.

શ્રી પંડયાએ ઉમેર્યુ હતું કે, ૬૬ કરોડના ખર્ચે બનનારા કુલ ૧પ૬૮ આવાસ અંગેનો ડ્રો, તથા મુંજકામાં ટીપી સ્કીમ નં. ૧૭ ના પ્લોટ નં. ૭૯ ખાતે વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાત મુર્હૂત તથા નવા રીંગ રોડમાં ફેઝ-ટુ માં મોટા મવાથી પાળ સુધી પ કરોડ ૬૮ લાખના ખર્ચે બંધાયેલા રોડનું લોકાર્પણ થશે. (પ-ર૮)

(4:01 pm IST)