Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

હવસખોર હત્યારો રિમાન્ડ પરઃ મજબૂત પુરા એકઠા કરવા પોલીસની કવાયત

રાજકોટ તા. ૧૭:  વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટના ગુનામાં સામેલ નવાગામ પીપળીયાના અને હાલ રખડતુ જીવન જીવતાં રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૨૬)એ જ ચુનારાવાડમાંથી ૩ વર્ષની બાળાનું અપહરણ કરી ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાં લઇ જઇ બળાત્કાર ગુજારી હત્યા નિપજાવ્યાનો ગુનો પણ કબુલતાં હાલ આ ગુનામાં તે ત્રણ દિવસના રિમાન્ડ પર છે. પોલીસ તેના વિરૂધ્ધ મજબૂત અને સજ્જડ પુરાવા એકઠા કરવા કવાયત કરી રહી છે.

ગઇકાલે  હવસખોર હત્યારા નરપિશાચને સાથે રાખી પોલીસે અપહરણ-હત્યા-બળાત્કારની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. અપહરણ, હત્યા, લૂંટ, બળાત્કાર સહિતના ગંભીર ગુના આચરનાર આ શખ્સના ચહેરા પર જરાય પછતાવો નથી. ગઇકાલે આખી ઘટનાનું જાણે કંઇ બન્યુ જ ન હોય એ રીતે નિર્દશન કરી બતાવ્યું હતું. તો સિવિલ હોસ્પિટલમાં પણ પોૈરૂષત્વની ચકાસણી માટે વિર્યનો નમુનો પણ એક જ પ્રયાસે આપી દીધો હતો. ડીએનએના સેમ્પલ પણ ગાંધીનગર એફએસએલમાં મોકલવા કાર્યવાહી થઇ છે. આ હવસખોર સામે સજ્જડ અને નક્કર પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

 એસીપી બી.બી. રાઠોડની રાહબરીમાં  પી.આઇ. એન. એન. ચુડાસમા, અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, રાજેશભાઇ પરમાર સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે. રમેશ ત્રણ દિવસના રિમાન્ડ પર હોઇ તેની પાસેથી ગુનાની જીણામાં જીણી વિગતો ઓકાવાઇ રહી છે. (૧૪.૮)

(4:00 pm IST)