Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કોર્પોરેશનની શાળાના રમતોત્સવમાં વિજેતાઓને ઈનામ વિતરણ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છ હાઇસ્કૂલો દ્વારા શાળાઓના વાર્ષિક આયોજન મુજબ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, તેમાં ચેસ, કેરમ, એથ્લેટીકસમાં ૧૦૦મી. દોડ, લાંબી કુદ, તેમજ ગોાળફેંક જેવી રકમતો યોજાઇ. બે દિવસીય રમતોત્સવના અંતે ઇનામ વિતરણ કમાર્યક્રમ શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલ ખાતે યોજાયો તેમાં ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શ્રીમતી રૂપાબેન શીલુ (ચેરમેન-માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક સમિતિ) નીલેશભાઇ હાઇસ્કુલોના આચાર્ય સર્વશ્રી આશિષભાઇ પાઠક, વી.પી. ગાજીપરા, હિતેષભાઇ ચાવડા, શ્રીમતી હંસાબેન આહયા હાજર રહ્યા. ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે વિદ્યાર્થીને પ્રેરક વકતવ્ય આપ્યું. માધ્યમિક શિક્ષણ શ્રીમતિ રૂપાબેન શીલુએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું શાળાના નિવૃત વ્યાયામ શિક્ષક એચ. એસ. ભારથીનું રમતોસવનાં આયોજનમાં ઉપયોગી થવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ચેસમાં પ્રથમ ઇનામ પરમાર ચિરાગ (મુરલીધર વિદ્યામંદિર) દ્વિતિય ઇનામ મહેતા મિહિર (વીર સાવરકર હાઇસ્કૂલ) કેરમ સ્પર્ધામાં પ્રથમ વિજેતા જોડી ચાવડા રાજદીપ અને જુણેજા અલી (એકનાથ રાનડે હાઇસ્કૂલ) દ્વિતિય વિજેતા જોડી ગોહેલ ફરદીન અને કાદરી મોહમદમુસ્તકીમ (વીર સાવરકર વિદ્યાલય) મેળવનારને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા. બહેનોની ચેસ અને કેરમ સ્પર્ધા યોજવામાં આવી હતી તેમાં ચેસ સ્પર્ધામાં પ્રથમ વિજેતા માલાણી તમન્ના (એકનાથ રાનડે વિદ્યાલય) તેમજટ ઉપ વિજેતા કંટારિયા વર્ષા (મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલય) સાથોસાથ કેરમ સ્પર્ધામાં પ્રથમ વિજેતા જોડીવાળા ભૂમિકા અને નારેજા રેશ્મા (એકનાથ રાનડે વિદ્યાલય) ઉપવિજેતા જોડી સોલંકી ભૂમિકા અને સૌદરવા આરતી (મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલય) ને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા. કેરમમાં વિજેતા જોડી ગોસાઇ હર્ષદ અને ડાભી દિલીપ (ધોરણ-૧૨) અને ઉપવિજેતા જોડી ઠેબા આકિર અને પરમાર શૈલેષ (ધો. ૧૧)ને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા. ચેસમાં વિજેતા ગોહેલ રાહુલ અને ઉપવિજેતા લાઠિયા વિનીતને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા. ત્યાર બાદ એથ્લેટીકસમાં બહેનોની ૧૦૦ મી. દોડમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ બગડા કોમલ, દ્વિતીય બગડા કાજલ, તૃતિય ઝાલા જ્યતિબા (મુરલીધર વિદ્યામંદિર) તેમજ ગોળા ફેંકમાં પ્રથમ પરમાર રંજન (મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય), દ્વિતીય મોરી નમીરા (એકનાથ રાનડે વિદ્યાલય અને તૃતીય મકવાણા કિંજલ (મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય) અને લાંબી કૂદમાં પ્રથમ વહાણેકિયા રીના, દ્વિતીય વહાણેકિયા અનીષા (મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય), તૃતીય કોશિયા ખમ્મા (એકનાથ રાનડે વિદ્યાલય) દરેક વિજેતાને મહેમાનોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા ત્યાર બાદ માધ્યમિક વિભાગના ભાઈઓ ૧૦૦ મી. દોડમાં પ્રથમ ચૌહાણ આદિત્ય (શેઠ હાઈસ્કૂલ), દ્વિતીય સોલંકી રોહિત (વીર સાવરકર વિદ્યાલય), તૃતીય બિંદ જુગેશ (એકનાથ રાનડે વિદ્યાલય), ગોળાફેંકમાં પ્રથમ ઠાકુર યશરાજ (પી. એન્ડ ટી.વી. શેઠ), દ્વિતીય આમલે ગજરાજ (એકનાથ રાનડે વિદ્યાલય), તૃતીય ચૌહાણ સ્વવિંદ (પી. એન્ડ ટી.વી. શેઠ), લાંબી કુદમાં પ્રથમ કુશવાહ શત્રુઘ્ન (પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ), દ્વિતીય હિંગોળજા સમીર (પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ) અને તૃતીય કુશવાહ અશ્વિન (એકનાથ રાનડે વિદ્યાલય) તમામ વિજેતાઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર શાળાના શિક્ષકો તેમજ અન્ય શાળાના આચાર્યો તેમજ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા. પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ ઉ.મા. વિભાગની આંતરવર્ગ કબડ્ડી સ્પર્ધામાં વિજેતા ટીમ (ધોરણ ૧૨)ના તમામ ખેલાડીને ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર તેમજ રનર્સઅપ ટીમ ધો. ૧૧ના તમામ ખેલાડીને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા અંતે આભારવિધિ વીર સાવરકર વિદ્યાલયના આચાર્ય હિતેશકુમાર ચાવડા દ્વારા કરવામાં આવી અને કાર્યક્રમનું સંચાલન ગોસાઈ જસ્મિત એ કર્યુ. સ્પર્ધાઓનું સંકલન તેમજ આયોજન શિક્ષક પી.એમ. જેતપરિયા, એમ.ડી. જારીયા, એન.સી. ત્રિવેદી, નીતિનભાઈ ભૂત, સિનીયર કલાર્ક વી. એ. કોરડિયા તેમજ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું. વ્યવસ્થામાં શાળાની જુદી જુદી સમિતિના વિદ્યાર્થીઓ ટંકારીયા હાર્દિક, ખરસાણી હર્ષ, ઉનાગર અંકુર, ટંકારીયા નૈમિષ, રાઠોડ પ્રતિક, કુશવાહ શીવમ, બળદા આકાશ, ભટ્ટી જયદીપ, સાપોવડીયા શ્યામ, રાઠોડ જીવરાજ, લાઠીયા વિદિત, લાઠીયા વિનીત સક્રિય રહ્યા હતા. તસ્વીરમાં ડે. મેયર દર્શિતાબેન શાહ, રૂપાબેન શીલુ, નિલેશભાઈ જલુ, શાળાના આચાર્ય ડો. તુષારભાઈ પંડયા, નીતિનભાઈ ભૂત, એન.કે. રાઠોડ દ્રશ્યમાન થાય છે. નીચેની તસ્વીરમાં કબડ્ડીની વિજેતા ટીમ સાથે એચ.એસ. ભારથી તથા આચાર્યો સર્વશ્રી હંસાબેન આહ્યા, હિતેષકુમાર ચાવડા, વી.પી. ગાજીપરા તેમજ આશિષભાઈ પાઠક નજરે પડે છે.

(3:58 pm IST)