Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

૩૦મી મેજર હાર્વે ક્રિકેટ ટૂર્નામેન્ટનો અનુપમસિંહ ગેહલોતના હસ્તે પ્રારંભ

રાજકોટઃ ગવર્મેન્ટ ઓફીસર્સ જીમખાના, હાર્વે કલબની યાદી જણાવે છે કે ૩૦મી મેજર હાર્વે- સુરક્ષા સેતુ ઈન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ પોલીસ હેડકવાર્ટસના નવા રમણીય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમીશ્નર અનુપમસીંઘ ગેહલોત ખેલાડીઓનો ઉત્સાહ વધારતુ પ્રેરક પ્રવચન કરેલ. ડી.આર.એમ., પી.બી.એ પ્રવચન કરી  તેઓના હસ્તે ટોસ ઉછાળવામાં આવેલ. પ્રથમ મેચ જેટકો અને સીટી પોલીસ ટી-સી વચ્ચે રમાયેલ. આ ટૂર્નામેન્ટમાં જુદા- જુદા ડીપાર્ટમેન્ટની ૨૧ ટીમો ભાગ લઈ રહી છે.

(3:58 pm IST)