Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જીવદયાપ્રેમીઓ મુખ્યમંત્રીને મળ્યા

ગૌશાળા, પાંજરાપોળો, પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને કાર્યકરોને માર્ગદર્શન આપતા એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે નવનિયુકત થયેલા એસ. પી. ગુપ્તા (આઇ.એ.એસ.) ની આગેવાની હેઠળ બોર્ડ સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહ, સ્ટેટ એનીમલ વેલ્ફેર બોર્ડના ડાયરેકટર મિતલ ખેતાણી, વાપી એસ.પી.સી.એે.ના નિલેશભાઇ રાયચુરાએ સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના સચિવ ડો. મુરલી ક્રિષ્નન, પશુપાલન ખાતાના સચિવ ડો. કાછીયા પટેલ, ગૌસેવા આયોગના સચિવ ડો. પટેલ સાથે જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લઇ જીવદયાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. દરેક ગામનું ગૌચર વિકસીત કરવા અને તેને મોડેલ તરીકે ગણવા તેમજ ઘવાયેલા પશુ પક્ષીની સારવાર માટેની ૧૯૬૨ ટોલ ફ્રી સેવા તાલુકાઓ સુધી વિસ્તારવા રજુઆત કરાઇ હતી.

(3:48 pm IST)