Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

લોધીકાના રાવકી ગામની જમીન અંગે મદદનીશ કલેકટરે આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૧૭: અત્રેના મદદનીશ કલેકટર ગ્રામ્ય દ્વારા રેવન્યુ મેટર સંબંધે મહત્વનો ચુકાદો આપેલ હતો.

રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના ગામ રાવકી ગામના સરવે નંબર ૧૬૪, ૧૬પ, ૧૬૬, ૧૬૭, ૧૬૮ તથા ૧૬૯ ની ખેતીની જમીન નવા સરવે નંબર ૩પ અંગે નવી માપણી થતા ખેતીની જમીનમાં સુધારા વધારા થયેલ અને તે અંગે અરજદાર સહદેવસિંહ બાબુભા જાડેજા-વિગેરે દ્વારા લોધીકા મામલતદાર સમક્ષ રી સરવેમાં સુધારા અંગે રજુઆત કરેલ અને તેમની ક્રે. પી દુરસ્તીની હકકપત્રક-૬ માં નોંધ નં. ૩પપ૬, પાડવામાં આવેલ તેમની સામે મુકેશભાઇ ભીખાભાઇ ફાચરા-વિગેરેએ વાંધા અરજી આપેલ. સદરહું મેટર તકરારી થયેલ અને તકરારી કેસ ચાલેલ અને તેમાં સદરહું નોંધ મામલતદાર લોધીકા દ્વારા મંજુર કરેલ ત્યારબાદ મુકેશભાઇ ભીખાભાઇ ફાચરા-વિગેરેએ સદરહું નોંધ સામે રાજકોટના મદદનીશ કલેકટર રાજકોટ ગ્રામ્ય પ્રાંતની કચેરીમાં લેન્ડ રેવન્યુ રૂલ્સ ૧૦૮ કપ) મુજબ અપીલ કરેલ અને સદરહું અપીલની નોટીસ સહદેવસિંહ બાબુભા જાડેજા-વિગેરેને મળતાં તેઓએ તેમના એડવોકેટ રાકેશ ટી. કોઠિયા મારફતે હાજર થઇ અને રજુઆત કરેલ કે સદરહું નોંધ પડેલ છે. તે નોંધ નાયબ નિયામકશ્રી જમીન દફતર રાજકોટ દ્વારા હુકમ કરેલ છે. જે હુકમ સામે અપીલ નાયબ કલેકટર શ્રી સમક્ષ થઇ શકે નહીં પરંતુ તેમની ઉપરી ઓથોરીટી એટલે કે કલેકટર શ્રી સમક્ષ થઇ શકે. આમ નાયબ કલેકટરશ્રીએ સદરહું અપીલ અત્રેની કોર્ટમાં સ્વીકારવા પાત્ર થતી નથી તેમ કરી અને અપીલ કેસ રજીસ્ટરેથી દુર કરવાનો હુકમ મદદનીશ કલેકટર રાજકોટ ગ્રામ્યના સાહેબશ્રીને કરેલ છે.

આ કામમાં સામાવાળાઓ સહદેવસિંહ બાબુભા જાડેજા-વિગેરે વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી.કોઠીયા તથા હેમાંશુ પી. શીશાંગીયા રોકાયેલા હતા

(3:43 pm IST)