Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મવડી રીંગ રોડ પરના સરસ્વતિનગરની સગીરાનું આશીક અપહરણ કરી ગયો

રાજકોટ તા. ૧૭: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર સરસ્વતિનગર શેરી નં. ૧૦માં રહેતી દેવીપૂજક સગીરાને તેના પડોશમાં જ શેરી નં. ૧૧માં રહેતો આશિક બાલાભાઇ સેખલીયા ૧૩મીએ લલચાવી-ફોસલાવી ભગાડી જતાં અપહરણનો ગુનો નોંધાયો છે.

તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાએ સગીરાના પિતા ભૂપતભાઇ પમાભાઇ સોલંકી (ઉ.૫૨)ની ફરિયાદ પરથી આશીક સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભૂપતભાઇને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. પોતે બકાલનો ધંધો કરે છે. જેનું અપહરણ થયું તે ૧૫ વર્ષની દિકરી ૧૩મીએ ઘરે એકલી હતી. રાતે પોતે-પત્નિ બકાલુ વેંચી ઘરે આવ્યા ત્યારે દિકરી જોવા મળી નહોતી. તપાસ કરતાં હતાં ત્યાં દૂરના સગા આશીકે ફોન કરીને આ સગીરા પોતાની સાથે હોવાનું કહી વાત કરાવી હતી. તે વખતે દિકરી ફોનમાં રડતી હતી. ભૂપતભાઇએ દિકરી પાછી આપી દેવાનું કહેતાં તેણે બે કલાકમાં બહારગામથી રાજકોટ આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ બાદમાં આવ્યો નહોતો અને દિકરી પણ આવી નહોતી. અંતે ફરિયાદ નોંધાવી હતી.

(12:56 pm IST)