Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મહાપાલીકા ચૂંટણીઃ વોર્ડ નં.૪ની એક બેઠકની પેટા ચૂંટણીમાં બે કલાકમાં ૮ ટકા મતદાન

૪૬,૮૯૪ હજાર મતદારો : ૪૭ મતદાન મથકોઃ ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ સોમવારે મતગણતરી

રાજકોટ તા. ૧૭:  રાજકોટનાં  વોર્ડ નં. ૪ની એક બેઠક માટે શાંતિપુર્ણ મતદાન સવારના આઠ વાગ્યાથી શરૂ થયુ છે. પ્રથમ બે કલાક એટલે કે સવારનાં ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૭.૯૪ ટકા મતદાન થયાનું સતાવાર સુત્રોએ ઉમેર્યુ છે.

આ વોર્ડ માં કુલ ૪૭ બુથમાં ૨૫ હજાર પુરૂષ અને ૨૧,૮૦૦ સ્ત્રી મતદાર છે. જેમાં સવારનાં ૧૦ વાગ્યા સુધીમાં ૨૫૧૪(૧૦.૬ ટકા) પુરૂષ અને ૧૨૧૧(૫.૫૩ ટકા) સ્ત્રીઓએ મતદાન કર્યુ છે.

આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય બન્ને પક્ષો આ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યુ છે.કુલ ૪૭ મતદાન મથકો છે.

આ ચૂંટણીની મતગણતરી તા.૧૯નાં સોમવારે જુની કલેકટર કચેરી પાસે આવેલી ઠક્કર બાપા હાઇસ્કુલ  ખાતે હાથ ધરાશે.

શહેરનાં સામાકાંઠે આવેલ વોર્ડ નં. ૪માં કોંગ્રેસના કોર્પોરેટર પ્રભાતભાઇ ડાંગરનું ચાલુ ટર્મે અવસાન થતાં આ વોર્ડની એક બેઠક ખાલી પડી છે.આ બેઠક માટે આજે ચૂંટણીનાં મતદાનનો પ્રારંભ થયો છે. ભાાજપના પરેશ પીપળીયા, કોંગ્રેસનાં કૈલાશ નકુમ સહિત કુલ પાંચ ઉમેદાવરો મેદાને છે.વોર્ડનં.૪માં આ એક બેઠક કોંગ્રેસ પર હતી. આ વખતે કોંગ્રેસ સતામાં પુનારવર્તનનાં અને ભાજપ સતા પરિવર્તનનો આશાવાદ રાખીને ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી દીધુ છે.બન્ને પક્ષોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે.

ચંૂટણી ન્યાય અને નિક્ષપ યોજાય તે માટે મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

મતદાન સંર્દભે રીર્ટનીંગ ઓફીસર શ્રી પટેલ, શીરેસ્તેદાર શ્રી લાવડીયા અને તેમની ટીમ દેખરેખ રાખી રહી છે.

હાલમાં આ વોર્ડમાં ભાજપનાં ૧ તથા કોંગ્રેસનાં ૨ કોર્પોરેટરો છે. કોર્પોરેશનમાં ભાજપનાં ૩૮ તથા કોંગ્રેસનાં ૩૩ સભ્યો છે.

ઇવીએમ મશીન બદલાવાયુ

રાજકોટઃ આજે સવારે મતદાનનો પ્રારંભ થતાની સાથે વોર્ડ નં.૪માં ખોડીયાર પરા માં આવેલ બુથ નં.૪૩માં ઇવીએમ મશીનમાં ટેકનીકલ ખામી સર્જાતા બદલાવામાં આવ્યુ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

શાહી ભુંસવાની વ્યાપક ફરીયાદો

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૪માં ૧ બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન આજે સવારના૮ વાગ્યાથી શરૂ થયુ છે. મતદારોને વચલી અંાગણીમાં શાહીનું ટપકુમાં લગાવામાં આવે છે. જે શાહી ભુંસવાની વ્યાપકો ફરીયાદો મતદારોમાં ઉઠવા પામી છે.

(11:51 am IST)