Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સદર બજારમાં જગ્યા રોકાણ વિભાગે ઉઘરાણા કર્યા ? : કોંગ્રેસની ફરીયાદ

રાજકોટ, તા.૧૭ : મકર સંક્રાંતિ પર્વે સદર બજારમાં રેકડી પાથરણા વાળાઓ પાસેથી જગ્યા રોકાણ વિભાગે ઉચ્ચક પહોચ આપી ઉઘરાણા કર્યાની ફરીયાદ કોંગ્રેસ લઘુમતિ ડીપાર્ટમેન્ટના પૂર્વ પ્રમુખ રફીક હાલાણીએ મ્યુ. કમિશ્નરને કરી છે.

આ ફરીયાદમાં જણાવાયું છે કે, જગ્યા રોકાણ શાખા દ્વારા વહીવટી ચાર્જ એકજ પહોચ આપી ઉચ્ચક રીતે બે-ત્રણ ધંધાર્થીના પૈસા વસુલાયા છે. આમ માત્ર રપ ટકાનો ચાર્જ વસુલાયો છે ત્યારે આ બાબતે તપાસ કરી યોગ્ય કરવા માંગ છે.

(4:03 pm IST)