Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા રવિવારે 'સોપાન સાયકલોકિડ્સ' અને 'સક્ષમ સાયકલોથોન'

રાજકોટ તા. ૧૭ : રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની રાજકોટ ખાતે ઉજવણી થઇ રહી છે. ત્યારે તેના ભાગરૂપે રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા તા. ૧૯ ના રવિવારે 'સોપાન સાયકલોકિડ્સ' અને 'સક્ષમ સાયકલોથોન' નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ઓડેકસ ઇન્ડિયા રેન્ડોનીયર અને ઓડેકસ કલબ પેરિસિયન ફ્રાન્સ સાથે જોડાણ ધરાવતા રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા બાળકોને ટીવી મોબાઇલનું વળગણ છોડાવી સાયકલ પ્રવૃત્તિ તરફ વાળવાના ભાગરૂપે આ આયોજન કરાયુ છે.

એક્રોલોન્સ ચિલ્ડ્રન કલબના સહયોગથી તા. ૧૯ ના રવિવારે યોજાનાર સોપાન સાયકલોકિડ્સમાં ૮ થી ૧૫ વર્ષની વયના બાળકો ભાગ લેશે.  ૮ થી ૧૨ કિ.મી. એમ બે ગ્રુપમાં થનાર આ ઇવેન્ટમાં ૨૫૦૦ થી વધુ સાયકલ સવારો ભાગ લેશે. દરેકને ટી-શર્ટ અને સર્ટીફીકેટ તેમજ આકર્ષક મેડલ અપાશે. લકકી વિજેતા ડ્રો થકી અલગ ઇનામો પણ અપાશે.

એજ રીતે ભારત પેટ્રોલીયમના સહકારથી યોજાનાર 'સક્ષમ સાયકલોથોન' માં ૧૫ વર્ષની મોટીવયના વ્યકિત ભાગ લેશે. જેમાં ૨૫ કિ.મી. સાયકલીંગ કરવાનું રહેશે.

કોઇ સ્પર્ધા નહીં પરંતુ સૌને સાયકલ તરફ વાળવાના પ્રયાસ રૂપ આ ઇવેન્ટ રહેશે.

કાર્યક્રમની શરૂઆત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે કરાશે. અધ્યક્ષ સ્થાને મેયર શ્રી બીનાબેન આચાર્ય તેમજ મહેમાન તરીકે મોહનભાઇ કુંડારીયા, ઉદયભાઇ કાનગડ, કમલેશભાઇ મીરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, અશ્વિનભાઇ મોલીયા, દેવાગંગભાઇ માંકડ, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, વશરામભાઇ સાગઠીયા, આશિષભાઇ વાગડીયા ઉપસ્થિત રહેશે.

ફલેગ ઓફ સમયે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગરવાલ, એડીશ્નલ કલેકટર પરિમલ પંડયા, ડે. મ્યુ. કમિશ્નર ચેતન નંદાણી, ડે. પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા, રવિ મોહન સૈની ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સોપાન ગ્રુપના મનોજ સાકરીયા, ભાવિન મોણપરા, સાયકલ ઝોનના ધર્મેશ ટાંક, અમિત ટાંક, બાલાજી વેફર્સના જય સચદેવ, દાવત કોલ્ડ્રીંકસવાળા ચેતનભાઇ, કલબ વન ફર્નીચરના રાજેશ પરસાણા, જયમીનભાઇ ચેતા, વિકાસ સ્ટવના યશ રાઠોડ, અમૃતા હોસ્પિટલના ડો. મનીષા પટેલ, વી. સેલ ઝોનના હાર્દીકભાઇ પટેલીયા, જગુભાઇ પટેલ, ભારત પેટ્રોલીયમના મહેશ કામ્બલે, મનીષકુમાર ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ રાજકોટ રેન્ડોનીયર્સની ટીમ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:02 pm IST)