Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સગીરા ઉપર દુષ્કૃત્ય આચરનારની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૭: ચકચાર જગાવનાર કારખાનેદારની સગીર પુત્રીને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર દીવ્યેશ તુલસીદાસ ગોંડલીયાને કારખાને બોલાવી મારમારી મૃત્યુ નિપજાવનાર મુખઅય આરોપી એવા સગીરાના પિતા ચંન્દ્રેશભાઇ કેશવજીભાઇ ગજેરાને સેશન્સ અદાલત દ્વારા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકકીત જોઇએ તો ગુજરનાર દીવ્યેશ તુલસીદાસ ગોંડલીયાએ કારખાનેદાર સગીરપુત્રીની સાથે મિત્રતા કરી ચોટીલા ફરવા લઇજઇ દુષ્કર્મ આચરતા તે સબંધેનું મનદુઃખ રાખી ચંદ્રેશભાઇના મિત્ર રમણીકભાઇ મારકણાએ ગુજરનારને કારખાને બોલાવી બંને ઉપરાંત ત્રીજા માણસે મળી ઢીકાપાટુનો તથા પ્લાસ્ટીકના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી પાછળથી બે અજાણ્યા ઇસમોએ ફરીયાદીને મૂંઢમાર મારતા ગુજરનારને હોસ્પીટલે દાખલ કરતા સારવાર દરમીયાન ગુજરી જતા તે અન્વયેની ફરીયાદ સારવાર દરમીયાન ગુજરનારે આજીડેમ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને આરોપીઓ (૧)ચંદ્રેશભાઇ કેશવજીભાઇ ગજેરા (૨)રમણીક વીઠલભાઇ મારકણા, (૩)પીળા શર્ટવાળો દાઢી વાળો (૪) તથા (૫) અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપેલ બાદ સારવાર દરમીયાન ગુજરી ગયેલ.

ઉપરોકત ગુન્હાના કામે અરજદાર ચંન્દ્રેશ કેશવજીભાઇ ગજેરાએ સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી દાખલ કરી હતી.

કોર્ટે બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો તેમજ પોલીસ પેપર્સ લક્ષે લેતા તેમજ અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીની સમગ્ર હકીકતો લક્ષે ચાર્જશીટ થઇ ગયેલ ચે, તહોમતદારોને જામીન પર મુકત કરવામાં આવેલ છે ગુન્હાહીત ભુતકાળ નથી સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર ગુન્હાનો પ્રકાર અરજદાર વિરૂધ્ધના આક્ષેપ વિગેરે હકીકતો લક્ષે લઇ કોર્ટ દ્વારા અરજદારને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં આરોપી ચંન્દ્રેશ ગજેરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:58 pm IST)