Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ક્ષત્રિય ગિરાસદાર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

રાજકોટઃ ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા તૃતીય 'ગુદડી કા લાલ' વિદ્યાર્થી સત્કાર સમારોહનું સમાપન અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે થયું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં (ધો.૧ થી ૮માં) અભ્યાસ કરતાં ક્ષત્રિય ગિરાસદાર સમાજના તેજસ્વી દીકરા-દિકરીઓ શિલ્ડ આપીને તેમજ દરેક વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને નોટબૂક, અન્ય જરૂરી સ્ટેશનરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વિરેન્દ્રસિંહજી બી.જાડેજા (ધારાસભ્ય માંડવી- મુંદ્રા)નો સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોશ્રીમાં માંધાતાસિંહજી. એમ. જાડેજા (ઠાકોર સાહેબશ્રી રાજકોટ), જયરાજસિંહજી ટી.જાડેજા (પૂર્વ ધારાસભ્યશ્રી ગોંડલના),  પુત્ર ગણેશભાઈ તથા વિરેન્દ્રસિંજી બી.જાડેજાના (ધારાસભ્યશ્રી માંડવી- મુંદ્રા) પુત્ર કુલદીપસિંહ જાડેજા (પ્રમુખ શ્રી નગરપાલિકા ભચાઉ), પ્રદ્યુમનસિંહજી એમ.જાડેજા (ધારાસભ્યશ્રી અબડાસા- કચ્છ), નરેન્દ્રસિંહજી એ. જાડેજા (કાર્યકારી પ્રમુખશ્રી રાજકોટ જિલ્લા રાજપૂત સમાજ), હકુભા સોઢા (લખપત તાલુકા પંચાયત પ્રમુખશ્રી), ડો.જનકસિંહજી સી.ગોલિહ (મહિલા અને બાળ અધિકારી કલાસ-૧ રાજકોટ જિલ્લા), શ્રીમતી ગાયત્રીબા એ.વાઘેલા (પ્રદેશ પ્રમુખ ગુજરાત મહિલા કોંગ્રેસ), શ્રીમતી ડો.રેખાબા જાડેજા (પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ), ડો.રૂદ્રદત્તસિંહજી જે.ઝાલા (પ્રમુખ શ્રીઝાલાવડ રાજપૂત સમાજ), કિશોરસિંહજી બી.ઝાલા (પ્રદેશ અધ્યક્ષ, યૂથવિંગ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ), જયદેવસિંહ વાઘેલા વગેરે હાજર રહ્યા હતા. આવતા વર્ષનો કાર્યક્રમનો સહયોગ વિજયસિંહ જીતુભા જાડેજા (શ્રી રાજ સિકયુરીટી સર્વિસ) મળશે. મહેમાનોનું  શાબ્દિક સ્વાગત રાજદિપસિંહ એલ.જાડેજા (વડાળી) દ્વારા કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દક્ષિણ કોરીયામાં વિકાસના એજન્ડાને લઈને સમિટમાં સમગ્ર ભારત દેશમાંથી ભચાઉ નગરપંચાયતના પ્રમુખ કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાનું સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળતા અપાવવા સંસ્થાના પ્રમુખશ્રી ક્રિપાલસિંહ બી. રાણા સદાદ, ઉપપ્રમુશ્રી પૃથ્વીસિંહ જી. જેઠવા મોરાણા, પ્રવકતા દિગ્વિયસિંહ એન.વાઘેલા ધિંગડા, મંત્રી શકિતસિંહ આર.વાઘેલા ભાડેર, સહમંત્રી રાજદીપસિંહ એલ.જાડેજા વડાળી, તેમજ સંકલન સમિતિમાં જયદીપસિંહ ગોહિલ માંડવા, વિજયસિંહ જાડેજા માછરડા, નવલસિંહ જાડેજા આણંદપર, દિગ્વિજયસિંહ જાડેજા વાવડી, રામચંદ્રસિંહ જાડેજા ખાખડાબેલા, અજયસિંહ ગોહિલ રામણકા, પુષ્પરાજસિંહ ગોલિહ લંગાળા, કીર્તિરાજસિંહ જાડેજા વાધરવા, વિરભદ્રસિંહ વાઘેલા ધિંગડા, સિધ્ધરાજસિંહ જાડેજા ડેરી, પંકજસિંહ સરવૈયા કેશવાળા, રાજદીપસિંહ જાડેજા મોડપર, હરદિપસિંહ રાયઝાદા રૂપાવટી, લકિકરાજસિંહ જાડેજા ચાંદલી, યુવરાજસિંહ જાડેજા ખાખડા-બેલા, જગદેવસિંહ જાડેજા ડેરી, નરેન્દ્રસિંહ જાડેજા રાવકી, દિગ્વિજસિંહ ચુડાસમા ભડિયાદ, નરેન્દ્રસિંહ રાણા સદાદ, રવિરાજસિંહ ચુડાસમા વાગડ વગેરે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન દિગ્વિજયસિંહ વાઘેલા ધિંગડા દ્વારા કરવામાં આવ્યું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:57 pm IST)