Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જેતપુરમાં રવિવારે બ્રહ્મસમાજના સમુહલગ્ન-યજ્ઞોપવિત

શ્રી પરશુરામ સેના - જેતપુર દ્વારા દસમાં સમુહલગ્નનું આયોજન : ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં દીકરીઓને ૭૦ વસ્તુઓ અપાશેઃ બે બટુકોને યજ્ઞોપવિત

રાજકોટ તા.૧૭, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા જયંત ઠાકર અને સમગ્ર મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી, શ્રી પરશુરામ સેના-જેતપુરના પ્રમુખ હીતેશભાઇ એસ. જોશી, મંત્રી અશોકભાઇ એમ ઠાકર, ખજાનચી શૈલેષભાઇ એચ. જોષી, ઉપપ્રમુખ પરેશભાઇ ડી. ત્રિવેદી, સહખજાનચી સુરેશભાઇ એ. પંડયા, સહમંત્રી જીતેન્દ્રભાઇ સી. પંડયાની એક સંયુકત અખબાર યાદીમાં જણાવાયું છે કે શ્રી પરશુરામ સેના - જેતપુર સેના - જેતપુર દ્વારા આ વર્ષે પણ સમુહલગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું તા.૧૯ને રવિવારના રોજ જીમખાના મેદાન, બસ સ્ટેન્ડ સામે, જેતપુર મુકામે આ શુભ કાર્યનું આયોજન કરવામાં આવેલ છે. જેમા કુલ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે ૨ બટુકો પણ યજ્ઞોપવિત (જનોઇ) સંસ્કાર ધારણ કરશે.

નવદંપતિઓને કુલ ૭૦થી વધુ જાતની ઘર-વપરાશની ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમા દાતાઓ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ભારતી વિદયોતેજક સહાય, રાજકોટ ભારતીબાળા રમેશભાઇ ઠાકર, સુડાવડવાળા (હાલ મુંબઇ)નો સહયોગ મળ્યો છે. દીકરીઓને કરીયાવરમાં શ્રી પરશુરામ ભગવાનજી છબી, મંગલસુત્ર, કાનની બુટ્ટી, સોનાની ચુક, ચાંદીના સાકળા,કબાટ, શેટ્ટી, ખુરશી નંગ-૨, ટીપોય, વિગેરે ચીજ-વસ્તુઓ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મોટી હવેલી જેતપુર પૂ. જે.જે. પ્રિયાંકરાયજી પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ મેયર બીનાબેન આચાર્ય , રાજકોટના ડી.વાય.એસ.પી. એસ.એસ. મહેતા, જેતપુર જીમખાનાના પ્રમુખ વસંતભાઇ પટેલ, મારૂતી કુરીયરવાળા રામભાઇ મોકરીયા, અમદાવાદ કેન્સર હોસ્પિટલના ડીરેકટર જીજ્ઞેશભાઇ મહેતા, કુસુમબેન સખરેલીયા, કલ્પનાબેન પટેલ, જેસુખભાઇ ગુજરાતી, વી.આઇ. પંડયા, હરેશભાઇ પંડયા, જગદીશભાઇ પાંભર, રાજકોટ શહેર ભાજપ  કાર્યાલય મંત્રીશ્રી હરેશભાઇ જોષી હરેશભાઇ જોષી, રાજકોટ મહાનગરપાલીકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, એન.આર.વ્યાસ તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી શાસ્ત્રીજી રમેશભાઇ ઠાકર (કાંદીવલીવાળા), મહંતશ્રી વસંતબાપુ, વી.આઇ. પંડયા, આચાર્ય ડો. રવિદર્શન મહારાજ, છેલભાઇ જોષી, અનુભાઇ તૈરેયા, શ્રી ચેતન મહારાજ ઉપસ્થિત રહેશે.

 આ સમુહલગ્ન અને યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે  પ્રમુખ હિતેશભાઇ જોષી, મંત્રી અશોકભાઇ ઠાકર, ખજાનચી શૈલેષભાઇ જોષી, ઉપપ્રમુખ પરેશભાઇ ત્રિવેદી, સહખજાનચી સુરેશભાઇ પંડયા, સહમંત્રી જીતેન્દ્રભાઇ પંડયા, તેમજ સંગઠનમંત્રી ઘનશ્યામભાઇ જોષી, દિલીપભાઇ જોષી, સંજયભાઇ દવે, કારોબારી સભ્યો સુરેશભાઇ મહેતા, ચંદુભાઇ જોષી, રાજુભાઇ મહેતા, મનુભાઇ મહેતા, ધર્મેશભાઇ કનૈયા, મેહુલભાઇ દવે સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

તસ્વીરમાં બ્રહ્મઅગ્રણીઓ હિતેશભાઇ જોષી, મંત્રી અશોકભાઇ ઠાકર, ખજાનચી  શૈલેષભાઇ જોષી, ઉપપ્રમુખ પરેશભાઇ ત્રિવેદી, સુરેશભાઇ પંડયા, જીતેન્દ્રભાઇ પંડયા, સંજયભાઇ દવે, ચિરાગભાઇ ઠાકર, પરેશભાઇ જોષી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)